Western Times News

Gujarati News

એકતાની ‘ક્યું કી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન પોસ્ટપોન થઈ

મુંબઈ, એકતા કપૂરની લોકપ્રિય સિરીયલ ‘ક્યુંકી સાસ ભી કબી બહુ થી’ની બીજી સીઝન આવી રહી છે, તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલે છે. આ શો માટે સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય સહિતના કલાકારોએ શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. સિરીયલ ફરી ક્યારે શરૂ થશે તેની તારીખ અંગે પણ અહેવાલો આવતા થયા હતા.

ત્યારે હવે કેટલાક સુત્રોના આધારે એવી માહિતી મળી છે કે, હમણા આ શોની તારીખ પાછી ઠેલાઈ છે. સુત્રએ કહ્યું કે, “ક્યુંકી ૩ જુલાઈથી ઓન એર થવાની હતી પરંતુ હવે તેની લોંચ ડેટ પાછી ઠેલાઈ છે. આ શોના પ્રોડ્યુસર એકતા કપૂરને સેટ પર કેટલાક ફેરફાર જોઈતા હતા. તેમની ટીમ આ અંગે ફરી કામ કરી રહી છે તેથી થોડી વધુ રાહ જોવી પડશે.”આ અંગે લીડ એક્ટર અમર ઉપાધ્યાયે જણાવ્યું કે સેટને પરફેક્ટ બનાવવામાં વાર લાગી રહી છે. તેણે જણાવ્યું,“હા આ સાચી વાત છે.

સેટમાં થોડું ફરી કામ કરવાની જરૂર હતી. ખરેખર એવું હતું કે સેટ પરના કલર કોમ્બિનેશન સ્ક્રીન પર ધાર્યું હતું એટલાં સારા લાગાતાં નહોતાં. એકતાને ખ્યાલ છે કે તેને ખરેખર શું અને કેવું જોઈએ છે. એ એક પરફેક્શનિસ્ટ છે.

આ કોઈ સામાન્ય શો નથી આ ક્યુંકી છે. આ તો એક વારસો છે અને એ ઇચ્છે છે કે શોમાં બધું શ્રેષ્ઠ જ હોય.”આ શો જ્યારે પહેલી વખત ટીવી પર આવ્યો એ પણ ૩ જુલાઈ હતી. તેથી તેના ૨૫ વર્ષ નિમિત્તે આ શો આ જ તારીખે ફરી શરૂ કરવાનો હતો.

પરંતુ હવે આ તારીખે શૂટ શરૂ થશે. અમરે કહ્યું,“૨૫મી સાલગિરા નિમિત્તે જ હવે મુહુર્ત શોટ લેવાશે. આ સાંકેતિક વાત છે. આ જ તારીખે ફરી શો શરૂ થશે, જાણે એક ચક્કર પૂરું થયું હોય એવું લાગે છે. જુની યાદો ફરી તાજી થઈ ગઈ છે.”

જોકે, કેટલાંક જુના પાત્રો નહીં હોય, એ બાબતે અમરે કહ્યું,“હું સૌથી વધુ બાને યાદ કરું છું.” સુધા શિવપુરી આ સિરીયલમાં બાનો રોલ કરતાં હતાં. “આ શોની જાન હતાં તેઓ. હવે તેઓ આપણી વચ્ચે રહ્યાં નથી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.