Western Times News

Gujarati News

આમિર ખાનનો ‘કૂલી’માંથી દાહા લૂક થયો વાયરલ

મુંબઈ, રજનીકાંતની ફિલ્મ ‘કૂલી’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને રજનીફૅન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકેશ કનગરાજની આ ફિલ્મમાં કેટલાંક સુપર સ્ટારના કેમિયો છે, તેમાં આમિર ખાનનો કેમિયો પણ ચર્ચામાં છે, આ પ્રકારની એક્શન ફિલ્મમાં આમિર ખાન કેવો રોલ કરશે, તે અંગે દરેકને ઉત્સુકતા હતી.

ત્યારે હવે ફિલ્મમાંથી આમિરનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે. ગુરુવારે જેવો આ લૂક શેર થયો કે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. સન પિક્ચર્સની ટીમે ટ્‌વીટર પર આમિરનો ફર્સ્ટ લૂક જાહેર કર્યાે છે, જેમાં તેનો દાહા તરીકે પરીચય આપવામાં આવ્યો છે, જે એ એક ગુંડા જેવો દેખાતો માણસ છે. આ બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટોમાં આમિર એક ડાર્ક કલરની બંડીમાં દેખાય છે.

જે આરામથી અને અદાથી પાઇપ પીતો દેખાય છે. ભલે આ રોલ એક ખાસ કેમિયો હોય, પરંતુ તેનો લૂક જોઈને લાગે છે કે આ ફિલ્મમાં તેનો રોલ અસરકારક તો હશે જ, કદાચ આ જ પાત્ર ફિલ્મમાં એક મહત્વનો ટિ્‌વસ્ટ કે ગેમ ચેન્જિંગ વળાંક લાવી શકે છે.

આમિરના આ લૂક પર ફૅન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા છે, સોશિયલ મીડિયામાં કેટલાંક લોકોએ લોકેશ કનગરાજની ળેમને પરફેક્ટ ગણાવી હતી, તો કોઈએ પરફેક્ટ આમિર અને પરફેક્ટ કનગરાજને એક પરફેક્ટ કોમ્બિનેશન ગણાવ્યા હતા.

આ ફિલ્મમાં આમિર ખાન, રજનીકાંત ઉપરાંત નાગાર્જૂન, ઉપેન્દ્ર, શ્રુતિ હસન જેવા કલાકારો મહત્વના રોલમાં છે, આ ફિલ્મ ૩૭૫ કરોડના ખર્ચે બની રહેલી એક ભારતની ૨૦૨૫ની સૌથી મોંઘી ફિલ્મ છે.

આ ફિલ્મ ૫૪ ઓગસ્ટે તમિલ, તેલુગુ અને હિન્દીમાં એકસાથે રિલીઝ થશેય જે બોક્સ ઓફિસ પર યશરાજની ‘વાર ૨’ સાથે ટક્કર લેશે, જેમાં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિઆરા અડવાણી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.