Western Times News

Gujarati News

ગુજરાતની આ ગ્રામ પંચાયતના તમામ સભ્યપદ પર પણ વર્ષોથી મહિલાઓની આગેવાની

આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યપદ પર પણ વર્ષોથી મહિલાઓની આગેવાનીમાં વિકાસની કેડી કંડારતી સિહોર તાલુકાની બોરડી ગ્રામ પંચાયત

આજે ગર્વ સાથે કહી શકું છું કેઅમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામએટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. વધુમાં આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ શ્રી લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ બન્યા છે.

આ અંગે મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી જણાવે છે કેતેઓ 30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પંચાયતનું કાર્ય ખૂબ સરસ ચાલે છેતેનું મુખ્ય કારણ તેમના ગામની એકતા છેતેમ જણાવતા લીલાબેન સહર્ષ ઉમેરે છે કેઅમારા માટે ગર્વની વાત એ પણ છે કે અમારી સમરસ ગ્રામ પંચાયત કમિટી મહિલાઓથી સંચાલિત છે. પ્રથમવાર સરપંચમાં ચૂંટાયા પછી તેમણે જે વિચાર્યું હતું તેતેમણે કરી બતાવ્યુંતેમના બોરડી ગામને સુંદરનિર્મળ અને ગોકુળિયું બનાવવાનો તેમનો સંકલ્પ ગ્રામજનોના સહકાર થકી પરિપૂર્ણ થયો છેજે બદલ તેઓ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કરે છે.

તેમની 21 વર્ષની આ રોચક સફર અંગે જણાવતા તેઓ ઉમેરે છે કેપ્રથમ ટર્મ વખતે બે ત્રણ મહિલા સદસ્યો જ પંચાયતની કમિટીમાં સામેલ હતી. ત્યાર પછી ગામના વડીલો અને ગ્રામજનોએ આ બે- ત્રણ મહિલાઓની કામગીરીને નિહાળી અને તેમને બિરદાવતા ગામના પુરુષ આગેવાનો દ્વારા અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યોઅને આજે ગર્વ સાથે કહી શકું છું કેઅમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે.

આ સાથે જ સરપંચ તરીકે તેઓ જણાવે છે કેસરપંચ બન્યા બાદ સરકારની યોજનાઓના લાભ થકી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવસ્વજલધારામાંથી પાણીની ટાંકીઓ બનાવડાવીવિવિધ આવાસ યોજનાઓનો લાભ આપી ઘર વિહોણા અથવા કાચા ઘરમાં રહેતા ગ્રામજનોને પાકી છત કરાવી છેહવે સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાં ફરી જે વધારાની ગ્રાન્ટ મળશે તેમાંથી પણ અમારા ગામના વિકાસ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પાર પાડવાનું આયોજન છે.

આ સાથે જ તેમણે પ્રધાનમંત્રીશ્રી અને સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કેવિવિધ યોજના દ્વારા તેમના ગામને તેઓ વિકાસની રાહ પર આગળ વધારવામાં સફળતાથી જે સારા પરિણામો મેળવી રહ્યા છેતે માટે સરકારની વિવિધ યોજનાઓ મુખ્ય આધાર બની છે‌


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.