Western Times News

Gujarati News

હવે પેકિંગ પરથી જ ખબર પડી જશે કે દવા સસ્તી છે કે મોંઘી બ્રાન્ડની

(એજન્સી)નવીદિલ્હી, દેશના ઔષધી મહાનિયંત્રક પીજીસીઆઈ દવાઓના પેકેજીગ અને લેબલીગ સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત હવે દવાનો પેકેટ પર લખેલી સમાપ્તી તીથી એકસપાયરી ડેટ અને અન્ય જાણકારી વાંચવી સરળ થઈ જશે.

આનો ઉદેશ દર્દીઓને દવાઓના બારામાં સ્પષ્ટ અને સાચી જાણકારી આપવાનો છે. નવા નિયમો બાદ જેનરીક અને બ્રાન્ડેડ દવાઓમાં અંતર કરવું સફળ બની જશે. અધિકારીઅના જણાવ્યા મુજબ ગ્રાહકો તરફથી સતત ફરીયાદો મળી રહી હતી. કે દવાઓના પેકેટ પર માહિતી નાના અક્ષરોમાં હોય છે.

ચમકદાર લેબલમાં વાંચવું મુશ્કેલ બને છે. અને જેનરીક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બને છે. આ બાબતો જઈને આ પહેલ કરવી પડી છે. વિશેષજ્ઞોનું માનવું છે. કે આ ફેરફારથી દવા બજારમાં પારર્દશીતા આવશે. દર્દીઓનો ભરોસો વધશે અને તેની જરૂરતના હિસાબે સાચી દવા પસંદ કરી શકશે.

આંકડા ામુજબ ભારતીય દવા બજારમાં બે ર૦રપ સુધીમા ૧૯૭ર૦ કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ થયું હતું. જે ગત વર્ષની તુલનામાં ૭.ર ટકા વધુ છે. આનો મતલબ એ છેકે દવાઓની સતત માંગ વધી રહી છે.

નિયામકે પ્રસ્તાવીત નિયમોની સમીક્ષા માટે એક ઉપ-સમીતી બનાવી છે જે ઝડપથી પોતાનો રીપોર્ટ સોપશે. આ સમીતી દવાઓ અને સૌદર્ય પ્રસાધન નિયમ ૧૯૪પમાં આ ફેરફારોને સામેલ કરવાની રીત તરીકે પણ જોઈ રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.