વિયેટનામની ગાડી બનાવતી કંપનીએ અમદાવાદમાં તેના પ્રીમિયમ EV SUV મોડલ્સ રજૂ કર્યા

વિનફાસ્ટે સૌપ્રથમ વખત અમદાવાદમાં તેના પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV મોડલ્સ રજૂ કર્યા
અમદાવાદ, વિનફાસ્ટે ભારતમાં 11 રાજ્યો અને શહેરોમાં અગ્રણી શોપિંગ મૉલ્સ ખાતે તેના પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી મોડલ્સ VF 7 અને VF 6 રજૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે. આ વર્ષના પ્રારંભે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો ખાતે તેનો પ્રારંભ થયો ત્યારપછી પહેલી વખત વિવિધ સ્થળોએ આ ટુ વ્હીલર્સ રજૂ કરવામાં આવી રહ્યા છે જે ભારતમાં તેની વ્યાપક ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) ઇકોસિસ્ટમ લાવવાના વિનફાસ્ટના સતત પ્રયાસો દર્શાવે છે. VINFAST SHOWCASES ITS PREMIUM ELECTRIC SUV MODELS IN AHMEDABAD FOR THE FIRST TIME.
વિયેટનામની મોટા ઔદ્યોગીક સમુહ વિનગ્રુપની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ વિનફાસ્ટ પેટાકંપની છે, જે એક વિયેતનામી સમૂહ છે જે રિયલ એસ્ટેટથી લઈને હોટલ અને આરોગ્ય સુધી બધા જ ક્ષેત્રોમાં આગળ પડતું નામ છે. મૂળ 2017 માં સ્થપાયેલ, વિનફાસ્ટે પિનિનફેરીનાની મદદથી બે ICE વાહનો સાથે વિયેતનામી બજારમાં શરૂઆત કરી હતી.
21 જૂનથી પ્રારંભ કરતા વિનફાસ્ટે મુખ્ય શહેરોમાં મોટાપાયે મુલાકાતીઓ ધરાવતા મૉલ્સમાં તેના વ્હીકલ્સ રજૂ કર્યા છે જે સંભવિત ગ્રાહકોને આ વર્ષના પ્રારંભે મજબૂત પ્રભાવ પાડનારા VF 7 અને VF 6 મોડલ્સ ને નજીકથી નિહાળવાની તક આપે છે. મુલાકાતીઓ બ્રાન્ડની સિગ્નેચર ડિઝાઇન લેંગ્વેજ, એડવાન્સ્ડ ટેક્નોલોજીસ અને પ્રીમિયમ ફીચર્સનો પ્રત્યક્ષપણે અનુભવ કરી શકશે.
21મી જૂને ચેન્નઇ તથા હૈદરાબાદમાં તથા ત્યારપછી ગયા સપ્તાહે તિરુવનંતપુરમ, વિજયવાડા અને બેંગ્લોર જેવા શહેરોમાં સફળ શૉકેસ સાથે આ વ્હીકલ્સ રજૂ કરવાની પહેલ શરૂ થઈ હતી. આ મોમેન્ટમ પર આગળ વધતા વિનફાસ્ટ હવે 5 અને 6 જુલાઈના વીકેન્ડ પર અમદાવાદમાં નેક્સસ મૉલ ખાતે તેના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લઈને આવી રહી છે જેનાથી શહેરના ઇવી ઉત્સાહીઓને આ અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસયુવીની શ્રેણીને નજીકથી નિહાળવાની તક મળી શકે.
આ શૉકેસનો ઉદ્દેશ અમદાવાદના પ્રગતિશીલ અને ટકાઉપણા પર ધ્યાન આપતા લોકો સાથે જોડાવાનો છે અને તેમને વધુ સ્વચ્છ, ભવિષ્ય માટે તૈયાર શહેરી પરિવહન ઉકેલોને ગુજરાત દ્વારા અપાઈ રહેલા પ્રોત્સાહનને ટેકો આપવામાં બ્રાન્ડની પ્રતિબદ્ધતા રજૂ કરવાનો છે. સાથે સાથે તે વિનફાસ્ટની લેટેસ્ટ ઇલેક્ટ્રિક એસયુવી રેન્જ સાથે સીધું આદાનપ્રદાન પૂરું પાડવાનો હેતુ ધરાવે છે.
ભારતીય બજારમાં પ્રવેશ કર્યો ત્યારથી વિનફાસ્ટ તેની વ્યાપક ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમ રજૂ કરતી રહી છે. આ એવું મોડલ છે જેણે વિયેતનામમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તમિળનાડુમાં ઇવી પ્લાન્ટનું નિર્માણ, વ્યાપક ડીલરશિપ નેટવર્ક વિકસાવવું અને ગ્રાહક સર્વિસ નેટવર્ક ક્ષમતાઓ વધારવા માટે ગ્લોબલ એશ્યોર જેવી પ્રતિષ્ઠિત સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી જેવા અનેક વ્યૂહાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
આ વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે પ્રોડક્ટ લાઇનઅપ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. આ શૉકેસ ઇવેન્ટ્સ કેવળ નવા મોડલ્સ રજૂ કરવા વિશે નથી પરંતુ તે મોબિલિટીના ભવિષ્ય માટેના વિનફાસ્ટના વિઝન સાથે જોડાવા માટે લોકોને આમંત્રણ પણ છે.
વિનફાસ્ટ એશિયાના સીઈઓ શ્રી ફામ સાન્હ ચાઉએ જણાવ્યું હતું કે ભારત મોબિલિટી એક્સ્પો ખાતે હકારાત્મક પ્રતિસાદ મળવાના પગલે અમે ભારતીય ગ્રાહકો માટે VF 7 અને VF 6 મોડલ્સ રજૂ કરતા રોમાંચિત છીએ. મોટા શોપિંગ સેન્ટર્સ ખાતે તેમને રજૂ કરવાથી અમે ગ્રાહકો અને ઇવી ઉત્સાહીઓને અમારી ઇલેક્ટ્રિક એસયુવીનો પ્રત્યક્ષ અનુભવ કરવા તથા ભારતમાં ટકાઉ મોબિલિટીમાં આગળ વધવામાં વિનફાસ્ટની અગ્રણી ભૂમિકાને નિહાળવા માટેની મૂલ્યવાન તક આપીએ છીએ.
ડિસ્પ્લે ઇવેન્ટ્સ નીચેના શહેરો તથા સ્થળોએ યોજવામાં આવશેઃ
શહેરો | સ્થળો |
ચેન્નઇ | એક્સપ્રેસ એવન્ય મૉલ |
હૈદરાબાદ | સરથ કેપિટલ મૉલ |
દિલ્હી | સિલેક્ટ સિટી વૉક (સાકેત) અને પેસિફિક મૉલ (ટાગોર ગાર્ડન) |
અમદાવાદ | નેક્સસ મૉલ |
પૂણે | ફિનિક્સ મૉલ, વિમાન નગર |
વિજયવાડા | પીવીઆર સ્ક્વેર મૉલ |
ગુરુગ્રામ | એમ્બિયન્સ મૉલ |
બેંગાલુરુ | લુલુ મૉલ |
તિરુવનંતપુરમ | લુલુ મૉલ, ત્રિવેન્દ્ર |
લખનૌ | લુલુ મૉલ |
કોચી | લુલુ મૉલ |
“Asymmetric Aerospace” સુંદરતા સાથે ડિઝાઇન કરાયેલું VF 7, અને “Dualities in Nature,” ની ફિલોસોફીને મૂર્તિમંત કરતું VF 6, અત્યાધુનિક ટેકનોલોજી સાથે ભવ્ય ડિઝાઇનનું મિશ્રણ કરવાની વિનફાસ્ટની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બંને પ્રીમિયમ મોડેલ્સમાં બ્રાન્ડની વિશિષ્ટ વી-આકારની એલઈટી લાઇટ સ્ટ્રીપ, પેનોરેમિક સનરૂફ, મોટી ટચસ્ક્રીન સાથે ડ્રાઇવર-કેન્દ્રિત કોકપીટ અને એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) છે, જે ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટમાં નવા ધોરણો સ્થાપિત કરે છે.
VF 7 અને VF 6 સમૃદ્ધ સુવિધાઓ સાથે પ્રીમિયમ ઇવી શોધી રહેલા યુવાન, પર્યાવરણ પ્રત્યે સભાન લોકોના દિલ જીતી લેશે તેવી અપેક્ષા છે. તેમની યાદગાર ડિઝાઇન, આધુનિક ટેકનોલોજી અને વ્યાપક સલામતી સુવિધાઓ સાથે, આ બંને મોડેલ્સ ભારતના ઝડપથી વિકસતા ઇવી બજારમાં મજબૂત છાપ છોડવા માટે તૈયાર છે..
VinFast is an automotive manufacturing subsidiary of VinGroup, a Vietnamese conglomerate developing everything from real estate to hotels and even healthcare. Originally founded in 2017, Vinfast began in the Vietnamese market with two ICE vehicles with the help of Pininfarina.