ચીન રાફેલને બદનામ કરવા દૂતાવાસોનો ઉપયોગ કરે છે: ફ્રાન્સનો ગુપ્ત રિપોર્ટ

પેરિસ, ચીન તેના દૂતાવાસો મારફત ફ્રાન્સના ફાઈટર જેટ રાફેલ વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યું છે અને ફાઈટર જેટની ક્ષમતા પર શંકા ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વિશેષરૂપે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા ઘર્ષણ પછી ચીન દ્વારા આ દુષ્પ્રચારમાં વધારો થયો છે.
ચીન રાફેલ ફાઈટર જેટની સરખામણીમાં પોતાના ફાઈટર જેટ વધુ સારા હોવાનો દાવો કરી રહ્યું છે તેમ ફ્રાન્સના એક ગુપ્ત રિપોર્ટમાં જણાવાયું છે.રિપોટ્ર્સ મુજબ ચીનના દુતાવાસોમાં તૈનાત ડિફેન્સ અતાશે વિવિધ દેશોને રાફેલ ફાઈટર જેટ નહીં ખરીદવા પર ભાર મૂકી રહ્યા છે. વિશેષરૂપે ઈન્ડોનેશિયાને મનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે રાફેલ જેટ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે.
એટલું જ નહીં ચીન તેના ફાઈટર જેટનો પ્રચાર કરી રહ્યું છે અને વિવિધ દેશો પર તેને ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે.પહલગામ આતંકી હુમલા પછી મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયાનક સંઘર્ષ થયો હતો, જેમાં મિસાઈલો અને ફાઈટર વિમાનોનો ઉપયોગ કરાયો હતો.
સૈન્ય નિષ્ણાતો હવે એ બાબતની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ચીનમાં ઉત્પાદિત ચીની બનાવટના પાકિસ્તાની ફાઈટર જેટે ભારતના રાફેલ વિરુદ્ધ કેવો દેખાવ કર્યાે હતો. પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતના પાંચ ફાઈટર જેટ તોડી પાડયા હતા, જેમાં ત્રણ રાફેલ જેટનો સમાવેશ થાય છે.
જોકે, ફ્રાન્સની એરફોર્સના પ્રમુખ જનરલ જેરોમ બેલેંજરે કહ્યું કે, ભારતે સંભવતઃ ત્રણ ફાઈટર જેટ ગુમાવ્યા હતા, જેમાં એક રાફેલ, એક સુખોઈ અને એક મિરાજ ૨૦૦૦નો સમાવેશ થાય છે.ફ્રાન્સે હજુ સુધી જેટલા પણ દેશોને રાફેલ ફાઈટર જેટ વેચ્યા છે, તેમાં પહેલી વખત રાફેલ નિશાન બન્યું હોવાની વાત સામે આવી છે. બેલેંજરે કહ્યું કે, ફાઈટર વિમાન તૂટી પડયું હોય તો આ અંગે એ દેશને સવાલ પૂછાવો જોઈએ. ફ્રાન્સની હથિયાર નિકાસમાં મોટો હિસ્સો રાફેલ અને તેની સાથેના પાટ્ર્સનો છે.
ફ્રાન્સના અન્ય દેશો સાથે સંબંધો સારા કરવાનું મુખ્ય સાધન છે. ચીન સોશિયલ મીડિયા પર નકલી તસવીરોમાં રાફેલનો કાટમાળ દર્શાવીને પણ દુષ્પ્રચાર કરી રહ્યું છે. સાથે જ એઆઈ જનરેટેડ કન્ટેન્ટ અને વીડિયો ગેમની ક્લિપ બતાવીને રાફેલને બદનામ કરી રહ્યું છે.SS1MS