Western Times News

Gujarati News

શક્તિશાળી દેશોની તાનાશાહીને લીધે ગમે ત્યારે વિશ્વયુદ્ધ થઈ શકે છેઃ ગડકરી

નાગપુર, વિશ્વના શક્તિશાળી દેશોની તાનાશાહી મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ગડકરીએ ચેતવણી આપીને કહ્યું કે, વિશ્વમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન જેવા યુદ્ધના કારણે ઘર્ષણનું વાતાવરણ પેદા થઈ ગયું છે.

એવી સ્થિતિ સર્જા રહી છે, જેના કારણે ગમે ત્યારે વિશ્વયુદ્ધ થઈ શકે છે. નાગપુરમાં ‘બિયોન્ડ બોર્ડર્સ’ નામના પુસ્તકના વિમોચન સમારોહમાં પોતાના સંબોધનમાં ગડકરીએ ઉમેર્યું કે, મહાશક્તિઓની તાનાશાહી અને સરમુખત્યારશાહીને લીધે વિશ્વમાં સમન્વય, ભાઈચારો અને પ્રેમ ખતમ થઈ રહ્યો છે. આજે આખી દુનિયામાં સંઘર્ષનું વાતાવરણ છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાનની વચ્ચે યુદ્ધ ચાલુ છે.

એવી પરિસ્થિતિ સર્જા રહી છે કે ગમે ત્યારે વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. આ દરમિયાન, ગડકરીએ ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરીને કહ્યું કે, ભારત બુદ્ધની ધરતી છે, જેણે વિશ્વને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે.

આ સાથે ગડકરીએ ઉમેર્યું કે, યુદ્ધની ટેકનિક હવે સંપૂર્ણ બદલાઈ ચુકી છે. હવે યુદ્ધમાં ટેન્ક અને પરંપરાગત વિમાનોનો ઓછો ઉપયોગ થઈ ગયો છે, જ્યારે મિસાઇલ અને ડ્રોન જેવા આધુનિક હથિયારોનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. હવે મિસાઇલો સીધી જ નાગરિકોની વસ્તી પર ફેંકવામાં આવી રહી છે, જેના કારણે માનવતાની સુરક્ષા કરવી મુશ્કેલ થઈ ગઈ છે.

આ એક ગંભીર સમસ્યા છે જેના પર વૈશ્વિક સ્તર પર ચર્ચા કરવી જરુરી છે. ગડકરીએ એમ કહ્યું કે, મોટી મહાશક્તિઓ(દેશો) વિશ્વ પર પોતાનું વર્ચસ્વ બનાવવા ઈચ્છે છે, તેમના તાનાશાહી અને વર્ચસ્વવાદી વલણને કારણે દુનિયાની સમરસતા ખતમ થઈ રહી છે. એમ કહેવું બરાબર નથી, પરંતુ હકીકત એ છે કે દુનિયા ધીમે-ધીમે વિના તરફ આગળ વધી રહી છે.

ગડકરીએ એ વાત પર ભાર મૂક્યો કે ભારતે વૈશ્વિક ઘટનાઓની ગંભીર સમીક્ષા કરીને ભવિષ્યની નીતિ નક્કી કરવી જોઈએ, જેથી દુનિયામાં શાંતિ અને સ્થિરતા લાવી શકાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.