સગીરાનું ફેક એકાઉન્ટ બનાવી વાંધાજનક વીડિયો અપલોડ કર્યા

Anonymous teenager in mask on internet at night
અમદાવાદ, સાયબર વિકૃતો મહિલાઓ અને યુવતિઓના આપત્તિજનક ફોટા કે મોર્ફ કરેલા ફોટા વાયરલ કરી તેમને બદનામ કરવાના પ્રયાસ કરતા હોય છે.
ત્યારે જ શહેરની સગીરાનું કોઇ વિકૃતે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને પ્રોફાઇલ ફોટો સગીરાનો મુક્યો અને તે વિકૃત વીડિયો ફોટો અપલોડ કરી સગીરાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે અંગે સગીરાના પિતાએ પોલીસ ફરીયાદ કરતાં સાયબર ક્રાઇમબ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ આદરી છે .
વિચિત્ર બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે નદી પારના એક વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે. તે થોડા દિવસ પહેલા જ્યારે નિત્યક્રમ મુજબ ટ્યુશનમાં ગઈ ત્યારે તેના મિત્રોએ તેને પૂછ્યું હતું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર બીજું કોઈ આઈડી બનાવ્યું છે કે નહીં. ત્યારે સગીરાએ ના પાડી હતી.જે બાદ સગીરાએ તેના નામથી સર્ચ કરીને તપાસ કરી તો તેના નામનું જ એક ફેક આઈડી ઈન્સ્ટાગ્રામમાં હતું. જેમાં સગીરાના નામનો ઉપયોગ કર્યાે હતો.
એટલું જ નહીં સગીરાનો જે પ્રોફાઇલ ફોટો હતો તે જ ફોટો ફેક આઈડીમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.આઈડીમાંથી એક સ્ટોરી મૂકવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જૂનું આઈડી હેક થઈ ગયું છે જેથી જૂના આઈડી પર કોઈ રીપ્લાય આપતા નહીં. બીજી પણ સ્ટોરી મૂકવામાં આવી હતી જેમાં ન્યુડ ફોટોવાળી સ્ટોરી હતી.
સગીરાને આ અંગે જાણ થતા તેણે તેના પિતાને જાણ કરી હતી.જેથી સગીરાના પિતાએ સાઇબર ક્રાઇમમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચના સિનિયર અધિકારીઓ જણાવી રહ્યા છે કે સોશીયલ મિડીયાનો ઉપયોગ કરતી વખતે કોઇ આપણા ફોટાનો ઉપયોગ કરી શકે નહિ તે માટેને સિક્યુરીટી લોક રાખો.
પાસવર્ડ સ્ટોંગ રાખો અને ચોક્કસ સમય બદલવાનું રાખવું જરૂરી છે. આ ઉપરાંત કોઇ વિકૃત આપણું ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરાવાનો પ્રયાસ કરે તો ચોક્કસ આવા તત્વો સામે પોલીસ ફરિયાદ પણ કરવી જોઇએ. પોતાના નામના ભળતા નામ વાળા ફેક એકાઉન્ટ બની ગયા છે કે કેમ તેની પણ થોડી તકેદારી રાખવી જરૂરી છે.SS1MS