ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રામપાલ દંપતીએ ૨૪.૫૦ લાખ પડાવ્યા

અમદાવાદ, ગુજરાતીઓનો વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ભારે છે તેનો વિઝા કન્સલ્ટન્ટ ગેરલાભ ઊઠાવી રહ્યા છે ત્યારે જ અમદાવાદના એક યુવક અને એક યુવતીને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવાનું કહી, કોમ્પ્યુટર પર વિઝાની કોપી બતાવી શ્યામલ ચાર રસ્તા ખાતેના હાઇ ફ્લાયર ઇમિગ્રેશનના આલોક રામપાલ અને લક્ષ્મી રામપાલે ૨૪.૫૦ લાખનો ચૂનો લગાવ્યો હતો.
આ અંગે તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. રામપાલ દંપતીએ અન્ય કોઇને ચૂનો લગાવ્યો હતો કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.સરખેજમાં રહેતા નિકુંજ પ્રજાપતિ ખાનગી કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે.
તેમણે ફરિયાદ નોંધાવી છે કે તેને અને તેની મિત્ર દિશા પટેલને ન્યૂઝીલેન્ડ વર્ક પરમિટ વિઝા પર જવ?ું હતું. તેથી તેમને એક મિત્ર દ્વાર મળેલા રેફસન્સને આધારે નવેમ્બર ૨૦૨૩ માં શ્યામલ ચાર રસ્તા ખાતે આવેલી હાઇ ફલાયર ગ્લોબલ ઇમિગ્રેશન સર્વિસનો સંપર્ક કર્યાે હતો. સંચાલક આલોક રામપાલ અને તેની પત્ની લક્ષ્મી રામપાલ (બન્ને રહે. જી-૮૦૨ ક્લાઉડ નાઇન, નહેરુનગર) હતા.
આલોક અને લક્ષ્મીને નિકુંજ અને દિશાને ન્યૂઝીલેન્ડની વર્ક પરમિટના કુલ ૨૬.૫૦ લાખ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. જે બાદ પ્રોસેસ શરૂ કરી ત્યારે ટુકડે ટુકડે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. જૂન ૨૦૨૪માં તેમની ઓફિસ ખાતે બોલાવીને તેમના કોમ્પ્યુટરમાં વિઝા બતાવ્યા હતા અને તે વિઝા આવી ગયા હોવાથી પૂરું પેમેન્ટ આપી દેવા જણાવ્યું હતું તેથી બંને મિત્રોએ આલોક અને લક્ષ્મીને ૨૬.૫૦ લાખ આપ્યા હતા.
આ લોકો અને લક્ષ્મી તેમને વિઝા મોકલી આપ્યા હતા પરંતુ આ વિઝામાં ચેકચાક અને ભૂલ હતી. નિકુંજ અને દિશા તેમની ઓફિસે ગયા ત્યારે થોડી વાટ જોવાનું કહ્યું હતું. પછી જુદા જુદા બહાના બતાવી તેમને ધક્કા ખવડાવતાં રામપાલ દંપતીએ તેમને ૨ લાખ પરત આપ્યા હતા. બાકીના ૨૪.૫૦ લાખ પરત પણ આપ્યા નહીં કે વિઝા પણ ન આપ્યા.SS1MS