Western Times News

Gujarati News

લાગણી અને દેશભક્તિ વચ્ચેની કશ્મકશનું રેખાંકન કરશે ‘સરઝમીન’ ફિલ્મ

મુંબઈ, કાજોલ, પૃથ્વીરાજ સુકુમારન અને ઇબ્રાહિમ અલી ખાન અભિનીત ફિલ્મ ‘સરઝમીન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા, આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો, જેમાં કાજોલ એક મુશ્કેલીગ્રસ્ત મહિલા, પૃથ્વીરાજ સુકુમારન દુશ્મનો સાથે લડતા સૈનિક અને ઇબ્રાહિમ અલી ખાન આતંકવાદી તરીકે જોવા મળ્યા હતા.

ત્રણેયના લુક અને ફિલ્મના ટીઝરથી દર્શકોમાં આ ફિલ્મની વાર્તા શું બનવાની છે તે અંગે રસ જાગ્યો હતો.પૃથ્વીરાજની સામે એક કિશોર છોકરો ઉભો છે. તે ડરેલો છોકરો તેનો પુત્ર હરમન છે.

પૃથ્વી તેના પુત્રને પૂછે છે – તમે તેને કેમ ન માર્યાે? પૃથ્વીરાજના પોતાના દીકરા સાથેના સંબંધો સારા નથી. કાજોલ હરમનની માતા અને પૃથ્વીરાજની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. પિતા-પુત્રના સંબંધો સારા નથી.

હરમનના પિતા તેને પસંદ નથી કરતા. તેના માટે હરમન એક નબળો વ્યક્તિ છે. કાજોલ પૃથ્વીરાજને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ તેનો કોઈ ફાયદો નથી. તેના પિતા તરફથી મળેલી નફરતથી, હરમન મોટો થાય છે અને ઇબ્રાહિમ અલી ખાનનું રૂપ ધારણ કરે છે, જે એક ક્‰ર આતંકવાદી છે.આગળ, ઇબ્રાહિમ અલી ખાનનો જબરદસ્ત એક્શન અવતાર જોવા મળશે.

આ ઇબ્રાહિમનો પહેલો શક્તિશાળી રોલ છે, જેમાં તે એક્શન કરતો જોવા મળશે. ટ્રેલરમાં, માતા કાજોલ નારાજ છે, જ્યારે પૃથ્વીરાજ અને ઇબ્રાહિમ વચ્ચેનો ઝઘડો પણ જોવા મળે છે. બંને એકબીજાની સામે બંદૂકો તાકીને ઉભા છે.

બંને વચ્ચે શું થશે? ફિલ્મની વાર્તામાં કયા મોટા ટિ્‌વસ્ટ આવશે, તે ફિલ્મ રિલીઝ થયા પોછી જ ખબર પડશે.દિગ્દર્શક કયોઝ ઈરાનીની ફિલ્મ ‘સરઝમીન’ ૨૫ જુલાઈના રોજ સ્ટ્રીમ થવા જઈ રહી છે. કરણ જોહરે તેના બેનર ધર્મા પ્રોડક્શન્સ હેઠળ તેનું નિર્માણ કર્યું છે.

દર્શકો ઇબ્રાહિમ અલી ખાનને નવા અવતારમાં જોવા માટે ઉત્સુક છે. કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારનની જોડી પણ ફિલ્મને રસપ્રદ બનાવી રહી છે. આપણે જોવું પડશે કે તેમાં શું થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.