ઓલા-ઉબેર જેવી કેબમાં ૮ વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય

(એજન્સી)નવી દિલ્હી, માર્ગ પરિવહન મંત્રાલયે કેબ એગ્રિગેટર્સ માટે મહત્ત્વની મોટર વ્હિકલ એગ્રિગેટર ગાઈડલાઈન્સ ૨૦૨૫ વિગતવાર જાહેર કરી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડો સહિતના કેબ એગ્રિગેટર પર હવેથી આઠ વર્ષથી જૂના વાહનોના ઉપયોગ પ્રતિબંધ લાદ્યો છે.
નવી ગાઈડલાઈન મુજબ, કેબ એગ્રિગેટર્સ પોતાના સંચાલનમાં આઠ કે તેથી વધુ વર્ષ જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. આઠ કે તેથી વધુ વર્ષ જૂના રજિસ્ટર્ડ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવુ પડશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ એગ્રિગેટરે વાહનની રજિસ્ટ્રેશન તારીખથી આઠથી વધુ વર્ષ જૂના વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવા પડશે. તેમજ આગળ પણ આ પ્રકારના વાહનોની નોંધણી ન થાય તેનું ધ્યાન રાખવુ પડશે. વધુમાં મોટર Âવ્હકલની અંદર ડ્રાઈવરનું લાઈસન્સ અને મોટર Âવ્હકલ પરમિટનો પુરાવો પણ દેખાય તે રીતે લગાવવો ફરિજ્યાત છે.
ગાઈડલાઈન્સમાં આગળ જણાવ્યું હતું કે, કેબની અંદર ડ્રાઈવરનું લાઈસન્સ તેમજ મોટર Âવ્હકલ પરમિટનો પુરાવો બતાવવો ફરિજ્યાત છે. જો કે, મોટરસાયકલમાં આ નિયમ ફરિજ્યાત નથી.