ગુજરાતમાં ૨૯ ડેમ હાઇ ઍલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯ ડેમ ૧૦૦% ભરાયા

પ્રતિકાત્મક
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૯ ડેમ હાઇ ઍલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઇવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતાં ૧૧ રૂટ બંધ કરાયા હતા અને ૩૪ ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે ૧ જુલાઈથી ૬ જુલાઈ સુધીમાં કુલ ૩૭૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં હાલ વિવિધ ૩૩ જિલ્લામાં કુલ ૧૩ એનડીઆરએફ ટીમો તૈનાત છે અને ૨૦ એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે.ગુજરાતના માછીમારોને ૧૦ જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતાં ૧૪૩૩૨ ગામોમાં અસર થઈ હતી અને ૨૦૨૯૨ થાંભલા અને ૧૦૭૩ ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા ૨૦૧૧૧ ફીડર્સને અસર થઈ હતી.
ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઇવે અને છોટાઉદેપુર નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો હતો.’ બપોરે ૨ વાગ્યા સુધીમાં ૮ અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના ૨૪૯ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
એસ.ટી બસોના ૧૧ રૂટ બંધ કરાયા હતા અને ૩૪ ટ્રીપો કેન્સલ થઈ હતી. હાલ રાજ્યમાં કુલ ૨૦૬ ડેમ-જળાશયોમાંથી ૨૯ ડેમ હાઇ ઍલર્ટ પર છે અને ૧૭ ઍલર્ટ પર તથા ૧૭ ર્વોનિંગ મોડ પર છે. કુલ ૨૦ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જેમાં ૧૯ સૌરાષ્ટ્ર-કચ્છના છે અને ૧ તાપીનો છે. ૪૩ ડેમ ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૪૬ ડેમ ૨૫થી ૫૦ ટકા વચ્ચે અને ૪૮ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.