પંચમહાલ જિલ્લામાં સહકારી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી

(પ્રતિનિધિ) ગોધરા, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ના અન્વયે સમગ્ર રાજ્યમાં સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ અગ્રણી સહકારી સંસ્થા ધી પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. દ્વારા તમામ તાલુકાઓમાં સહકારિતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મારા નામ” અભિયાનને અનુસરીને વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થાની કચેરીઓ તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમો સંસ્થાના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજીની અધ્યક્ષતામાં યોજાયા હતા. વાઇસ ચેરમેન પરમાનંદભાઈ, સભ્ય ખુમાનસિંહ ચૌહાણ, પ્રતાપસિંહભાઈ, ઘનશ્યામભાઈ, તેમજ જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રાયજીભાઈ પરમાર, ગોધરા તાલુકા સંઘના ચેરમેન અશ્વિનભાઈ પટેલ સહિત તાલુકા સંઘોના ચેરમેનઓ, સભ્યઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા, નગર અને તાલુકા સંગઠનના હોદેદારોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી.
વિશેષરૂપે, ગોધરા અને ભામૈયા સેવા સહકારી મંડળી દ્વારા શ્રી રંગેશ્વર મહાદેવ મંદિર ભામૈયા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લા સંઘના મેનેજર પંડ્યા, કર્મચારી વર્ગ, ગુજકોના લાયઝન ઓફિસર, ભામૈયા મંડળીના સેક્રેટરી અને સ્થાનિક ગુજરાતી શાળાની આચાર્ય શ્રીમતી નયનાબેન હાજર રહ્યા હતા. ગામના લોકોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.