ખેડા સિવિલ હોસ્પિટલમાં છતમાંથી પોપડા પડતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડાની સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ બહાર ગતરોજ એકાએક છતમાંથી પોપડા નીચે પડ્યા હતા. જેના કારણે નીચે હાજર બે મહિલાઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે
ખેડા નગરની સરકારી હોસ્પિટલમા ગતરોજ ૨૨ નંબરની સોનોગ્રાફી ડીપાર્ટમેન્ટના રૂમ બહાર છજામાથી પોપડા ખર્યા હતા. દાખલ દર્દીના સગા ગતરોજ બપોરના સમયે જમવા બેઠા હતા. આ દરમ્યાન આ ઘટના બની હતી અને છજાના પોપડા બે મહિલાઓ પર પડતા બંને મહિલાઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે.
ધાબામાંથી અચાનક પોપડા પડતાની સાથે જમવા બેઠેલી બે મહિલાઓને માથામાં વાગતા ઈજાઓ થઈ હતી.? ઈજાગ્રસ્ત મહીલાઓના પરીવારજનોમાં પણ આ બનાવને લઈને ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. જોકે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બીજા દિવસે આ છજાની મરામતની કામગીરી આરંભી દીધી છે. પરંતુ જર્જરિત અવસ્થામાં આ મકાન હોવાથી રીનોવેશનની પણ માંગ ઉઠી છે.