Western Times News

Gujarati News

મંત્રી-સાંસદ અને ધારાસભ્યોને ચાલુ મીટિંગમાં IASની ચેતવણી

AI Image, પ્રતિકાત્મક

ટ્રાન્સફર-પોસ્ટિંગનું દબાણ ના કરશો

(એજન્સી) દેવરિયા, ઉત્તર પ્રદેશના દેવરિયાના કલેક્ટર દિવ્યા મિત્તલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મીટિંગ દરમિયાન જનપ્રતિનિધિઓને વો‹નગ આપતા જોવા મળે છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ જનપ્રતિનિધિ કોઈપણ અધિકારી પર ટ્રાન્સફર માટે દબાણ કરી શકે નહીં. કારણ કે આ સરકારી આદેશની વિરુદ્ધ છે. આ મીટિંગમાં મંત્રી-સાંસદ અને ધારાસભ્ય સહિત જિલ્લાના તમામ મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ વિવાદ ત્યારે શરૂ થયો

જ્યારે બરહજના ધારાસભ્ય દીપક મિશ્રાએ બેઝિક શિક્ષા અધિકારી  શાલિની શ્રીવાસ્તવને એક શિક્ષકનો લાંબા સમયથી પડતર પગાર અને એક કોન્ટ્રાક્ટ કર્મચારીની બદલી રોકવા કહ્યું હતું. બીએસએ દ્વારા આ માંગણીને અવગણતા ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ જર્જરિત રસ્તાઓના મુદ્દા પર પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ અને અન્ય અધિકારીઓને ચેતવણી આપી અને બેઠકમાંથી બહાર નીકળી ગયા.

ત્યારબાદ એક જન પ્રતિનિધિએ કહ્યું કે, અધિકારીઓએ જન પ્રતિનિધિઓ શું કહે છે તેના પર થોડું ધ્યાન આપવું પડશે. તે કયા સમયે શું વાત કરી રહ્યા છે તેના પર થોડું ધ્યાન આપશે તો સમસ્યા આપમેળે ઉકેલાઈ જશે. જો કલમ અટકી ન જાય, તો ટ્રાન્સફર થવી જોઈએ. આ અંગે દિવ્યા મિત્તલે જન પ્રતિનિધિઓની આ વાતને ફગાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.