Western Times News

Gujarati News

ગુજરાતની આ ગામની કમાન હવે મહિલાઓના હાથમાં

સરપંચ જાગૃતીબેન પરમાર અને ઉપસરપંચ મીનાબેન વસાવાએ ચાર્જ સંભાળ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પંચાયત ખાતે સરપંચ જાગૃતીબેન પૃથ્વીરાજસિંહ પરમાર તથા વોડ સભ્યોની સર્વની સંમતિથી મીનાબેન વસાવાને ગામના ઉપસરપંચ બનાવાતા વિધિવત રીતે તેઓએ આજરોજ ચાર્જ સંભાળ્યો હતો.

છેલ્લા અઢી વર્ષથી જુના તવરા ગામનો વહીવટ વહીવટદાર કરી રહ્યા હતા હાલ જુના તવરા ગામએ નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે અહીં ખૂબ જ મોટા પાય વિકાસ થઈ રહ્યો છે ત્યારે હાલ ૫૧૫૦ મતદાતાઓએ ગત ૨૨ જૂનના રોજ જુના તવરા ગામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું.જેનું પરિણામ ૨૫ જૂનના રોજ આવતા જુના તવરા વિકાસ પેનલના સરપંચ જાગૃતીબેન પૃથ્વીરાજસિંહ પરમાર ૮૫૪ મતથી તેઓના વોર્ડના તમામ સભ્યો પણ વિજય બન્યા હતા.

ત્યારે જુના તવરા ગામ પંચાયત ખાતે ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં ગામના ઉપસરપંચની પસંદગી કરવામાં આવી હતી.જેમાં સર્વ સંમતિથી જુના તવરા ગામના ઉપસરપંચ તરીકે મીનાબેન વસાવાને બનાવ્યા હતા.ત્યારે હવે જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવતા આવનાર દિવસોમાં મહિલાઓ ગામનો વિકાસ તથા ગામના બાકી રહેલા અધૂરા કામો અને ગામને એક વિકસિત ગામ તરીકે ઓળખ આપશે

તથા ગામની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરશે.આ સાથે જ ગામના નાના-મોટા દરેક વ્યક્તિઓના હવે મહિલાઓ કામ કરશે.ગામના યુવા મહિલા સરપંચ અને ઉપસરપંચ દ્વારા તવરા ગ્રામજનોનો ખુબ ખુબ આભાર માન્યો હતો તથા ખાતરી આપી હતી કે આવનાર દિવસોમાં હવે ગામનો વિકાસ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.