Western Times News

Gujarati News

૭૩ નકલી વેબસાઈટ બ્લોક કરી દ્વારકા પોલીસે ઓનલાઈન ફ્રોડ અટકાવવા 

બુકિંગ-ખરીદી ટાણે એપ્લિકેશનની ખરાઈ કરવા અપીલ

જામખંભાળિયા, દ્વારા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય તથા ડીવાફએસપી વી.પી.માનસેતાની સૂચના અંગે માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જિલ્લા તેમજ પ્રવાસન/ધાર્મિક સ્થળ દ્વારકામાં આવેલ તમામ હોટલનું લિસ્ટ તૈયાર કરી

અને આ લિસ્ટ પ્રમાણે હોટલની ઓફિસિયલ વેબસાઈટ, પ્રોફાઈલ, મોબાઈલ નંબર અને સંપર્ક મેઈલ આઈડી એકત્ર કરી દરરોજ તમામ હોટલના નામે ઓનલાઈન પ્લેટફોર્મ ગૂગલ સર્ચ તેમજ ગૂગલ બિઝનેસ પ્રોફાઈલ પર સર્ચ કરવામાં આવેલ છે તેમજ ગૂગલ સર્ચ અન્ય પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ/વેબસાઈટ કે ગૂગલ એડ્રેસ જોવામાં આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી ફેક વેબસાઈટ/ડો મેઈન/પ્રોફાઈલ/ગૂગલ એડ્રેસ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવી, આવા ફેક પ્રોફાઈલ બનાવનારને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલા છે.

ગૂગલ સર્ચની કાર્યવાહી મુજબ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તેમજ આસપાસના વિસ્તારમાં ફરવા આવનાર લોકો રોકાણ માટે રૂમ બુક કરે ત્યારે સાયબર ફ્રોડનો ભોગ ના બને તે માટે પોલીસ દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ઈન્ટરનેટ પર ચાલતી નકલી વેબસાઈટોને શોધી બ્લોક/પ્રતિબંધિત કરવામાં આવેલ.

સાયબર ક્રાઈમ દ્વારા વર્ષ ર૦ર૪માં પ૧ સાઈટ અને ર૦રપના આજદિન સુધીમાં રર જેટલી ફેક વેબસાઈટ તેમજ ગૂગલ એડ બ્લોક કરવામાં આવી હતી. ઓનલાઈન હોટેલ બુકિંગ કે શોપિંગ સમયે હંમેશા ઓથેન્ટિક વેબસાઈટ/વેબ પોર્ટલ કે એપ્લિકેશનની ખરાઈ કર્યા બાદ જ ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.