ગોધરા પોલીસ લાઇન શાળાને મર્જ કરવા વાલીઓમાં માંગ ઉઠી

પ્રતિકાત્મક
ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટર વિસ્તારમાં આવેલ કુમારશાળા અને કન્યાશાળા અલગ અલગ પાળી માં ચાલે છે. પહેલી પાળીમાં કુમાર શાળા અને બપોરની પાળીમાં કન્યાશાળા ચાલે છે .કન્યાશાળામાં નેવું જેટલા બાળકો અભ્યાસ કરે છે.
તાજેતરમાં સરકારશ્રીએ અધ્યયન સુવિધા ધરાવતા ૧૨ ઓરડાઓ એક કરોડને આઠ લાખના ખર્ચે અત્યંત સુવિધા ધરાવતું મકાન બનાવવામાં આવેલ છે .બંને શાળાના ૧૨ શિક્ષકો છે અને ૧૨ ઓરડાઓ બાંધવામાં આવેલ છે
જેથી કન્યાશાળાને કુમાર શાળામાં મર્જ કરવામાં આવે અને સદર શાળાને એક જ પાણીમાં ચલાવવામાં આવે તો બાળકોને ધોરણ અને વિષય દીઠ શિક્ષક મળે જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભા શિક્ષણ પ્રાપ્ત થાય. જો કન્યાશાળા ને કુમાર શાળામાં મર્જ કરીને એક જ પાળીમાં શાળા ચલાવવામાં આવે તો શાળામાં આવતા ભાઈ-બહેનને રાહત રહે
જેથી વાલીઓને પણ રાહત રહે કન્યા શાળાને મર્જ કરવા માટે લાંબા સમયની ઉભી થયેલી માંગ ક્યારેય સંતોષાસે છે શિક્ષકો પૂરતા પ્રમાણમાં છે. ઓરડાઓ પૂરતા પ્રમાણમાં છે. તો કયા કારણોસર બે પાળી માં શાળા ચલાવવામાં આવે છે જે સમજાતું નથી. વહીવટી તંત્રને કેમ કઈ દેખાતું નથી ?કે મર્જ કરવામાં રસ નથી કન્યાશાળામાં ધોરણ ત્રણ માં ચાર વિદ્યાર્થીઓ છે
જ્યારે કુમારશાળામાં તો એક પણ વિદ્યાર્થી નથી .આવી સ્થિતિમાં એક જ ભવનમાં અલગ અલગ સમયગાળામાં ચાલતી બે શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ મુશ્કેલી રૂપો બની ગયેલ છે એ ઉલ્લેખ કર્યો કે વિવિધ સમયગાળાને કારણે પરિવારોમાં બનતાં સંકલન અંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો કન્યાશાળા ને કુમાર શાળામાં મર્જ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે એ હેતુસર વહીવટીતંત્ર પોલીસ લાઈન શાળાને મર્જ કરી એક જ પાળી માં ચલાવે એ આજના સમયની માંગ ઉભી છે.