Western Times News

Gujarati News

યુએસમાં શૂટઆઉટઃ ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત

ફિલાડેલ્ફિયા, અમેરિકામાં ગન કલ્ચરનું દુષણ દિવસેને દિવસે અત્યંત વકરી રહ્યું છે. અનિયંત્રત ગન કલ્ચરને કારણે અનેક નિર્દાેષ લોકોએ જીવ ગુમાવવો પડે છે.

અમેરિકાના દક્ષિણ ફિલાડેલ્ફિયાના એક વિસ્તારમાં રવિવારની મધ્યરાત્રિ પછી ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ૧૦ લોકો ઘાયલ થયા છે. પોલીસ કમિશનર કેવિન બેથેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ત્રણેય મૃતક વ્યસ્ક હતા અને ઘાયલોમાં બે કિશોર પણ છે.ફાયરિંગની ઘટના ગ્રેજ ફેરીમાં એક રહેણાંક વિસ્તારના રોડ પર રાત્રે એક કલાકની આસપાસ બની હતી.

પોલીસ કમિશનરે વધુમાં કહ્યું કે, અમારી પાસેના બ્લોક પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ થયું છે. આ મામલામાં હથિયારની સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મોડીરાત્રિથી લઈને રવિવારની સવાર સુધી એ બ્લોક પર કાર્યવાહી કરી હતી અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, આરોપીએ ફાયરિંગ કેમ કર્યું તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ કમિશનર બેથલે કહ્યું કે, આ કાયરતાપૂર્ણ, ગુંડા બનવાની ઈચ્છા માટેનું કામ છે. ઉલ્લેખનીય છે કે, ચોથી જુલાઈના વીકએન્ડમાં અમેરિકામાં કેટલાક અન્ય સ્થળો પર પણ ફાયરિંગની ઘટન બની હતી. એમાં દક્ષિણ ફિલાડેલ્ફિયા નાઇટ ક્લબમાં બનેલી ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.