Western Times News

Gujarati News

અતરંગી રે ફિલ્મમાં સારા, ધનુષ અને અક્ષય પહેલીવાર સાથે દેખાશે

મુંબઇ, નિર્દેશક આનંદ એલ રાયે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. જેમાં બોલિવૂડથી સારા અલી ખાન, કોલિવૂડથી ધનુષ અને સ્પેશ્યલ ટિ્‌વસ્ટ માટે અક્ષય કુમાર પણ સાથે દેખાશે. આ ફિલ્મનું નામ છે અતરંગી રે. રાઝણા પછી ફરી એકવાર અતરંગી રેમાં નિર્દેશક એલ રાય સાથે કામ કરતા નજરે પડશે. આ ફિલ્મનો પહેલો લૂક થોડા સમય પહેલા રિલિઝ કરવામાં આવ્યો હતો. અને જેમાં આ ત્રિપુટી સાથે નજરે પડ્‌યા હતા.

ઉલ્લેખનીય છે કે સારા અને ધનુષની આ ફિલ્મમાં અક્ષય કુમાર એક નાનકડો જ રોલ કરવાના છે. જો કે આ પાત્રને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અને તે આ સ્ટોરીને નવો મોડ આપશે. અને તે વાર્તાની સૌથી મજબૂત કડી સાબિત થશે. આ ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે. આ ફિલ્મનું પહેલું મ્યૂઝિક ટીઝર આજે જ સામે આવ્યું છે. ત્યારે ધનુષ અને અક્ષય જેવા બે મોટા સ્ટાર સાથે કામ કરવાની આ તક મળવાથી સારા અલી ખાન ખૂબ જ ખુશ છે. અને તેણે પોતાની આ ખુશી સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર પણ કરી છે. સારાએ સોશિયલ મીડિયાના પોસ્ટ કરીને કહ્યું કે મને મારા ભાગ્ય પર વિશ્વાસ નથી થતો મારી આવનારી ફિલ્મ અતરંગી રે’ ફિલ્મના નિર્મતાએ કહ્યું કે અક્ષયનો આ ફિલ્મમાં એક નાનકડો જ રોલ હશે. પણ તેની ભૂમિકા ખૂબ જ સ્પેશ્યલ હશે. આ ફિલ્મની શૂટિંગ આ વર્ષે ૧ માર્ચના રોજ શરૂ થશે. અને આવનારી ૧૪ ફેબ્રુઆરીએ રીલિઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.