Western Times News

Gujarati News

નાગપુરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને બીમાર પતિનું ગળું દબાવીને હત્યા કરી

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના બીમાર પતિની હત્યા કરી દીધી છે. આ હત્યાને પત્નીએ કુદરતી મોત દેખાડવાની કોશિશ કરી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાના રહસ્યનો ભેદ ખુલી ગયો હતો.

પોલીસે કરેલી પૂછપરછમાં મહિલાએ ગુનાની કબૂલાત કરી છે. મહિલાએ પ્રેમીની સાથે મળીને પતિના મોં ને ઓશિકાથી દબાવી દીધું હતું, જેના કારણે મોત થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, ૩૮ વર્ષીય ચંદ્રસેન રામટેકે અને ૩૦ વર્ષની પત્ની દિશા રામટેકેના લગભગ ૧૩ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને બે દિકરી અને છ વર્ષનો પુત્ર છે. પતિ બીમાર રહેતો હતો અને લગભગ બે વર્ષ પહેલા ચંદ્રસેનને લકવો થઈ ગયો હતો. ત્યાર પછી એ ઘરે જ રહેતો હતો. જ્યારે દિશા ઘરખર્ચ ચલાવવા માટે પાણીના બાટલા બેચતી હતી.

કેટલાક મહિના પહેલા બાઇક રિપેરિંગ કરનાર અને પંક્ચર કરનાર આસિફ ઇસ્લામ અંસારી ઉર્ફ રાજાબાબુ ટાયરવાલા સાથે પરિચય થયો અને પતિ બીમાર રહેતો હોવાના કારણે દિશા આસિફના પ્રેમમાં પડી ગઈ.

જોકે, ચંદ્રસેનને દિશા અને આસિફના પ્રેમસંબંધની ખબર પડી ગઈ, ત્યાર પછી પતિ-પત્નીની વચ્ચે વિવાદ શરુ થયો હતો.આ તકરાર પછી દિશાએ પતિ ચંદ્રસેનને કાયમી ધોરણે માર્ગમાંથી હટાવવાનુ નક્કી કર્યું. એટલે દિશાએ પ્રેમી આસિફની સાથે મળીને પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

શુક્રવારે ચંદ્રસેને પત્ની દિશાને કથિત રીતે આસિફની સાથે રંગરેલિયા મનાવતી હાલતમાં જોઈ લીધી. અને આસિફે ચંદ્રસેનનો ઓશિકાથી ચહેરો દબાવી દીધો. પોલીસે વધુમાં ઉમેર્યું કે, ચંદ્રસેન ચોથી જુલાઈએ ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

સરકારી હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યાે હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી દેવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો, જેના કારણે પોલીસ તપાસની દિશા બદલી ગઈ અને દિશાની આકરી પૂછપરછ શરુ કરવામાં આવી, જેમાં દિશાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.