Western Times News

Gujarati News

હરિયાણામાં ટ્રેનના ખાલી ડબ્બામાં મહિલા પર ગેંગરેપ

પાણિપત, હરિયાણાના પાણિપતમાં ઊભેલી ટ્રેનના ખાલી ડબ્બામાં ૩૫ વર્ષીય મહિલાની સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હોવાની ઘટના બની છે. પોલીસના કહેવા મુજબ, પીડિત મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં એ ૨૪મી જૂનથી લાપતા છે. એ ઝઘડો થયો હોવાના કારણે લાપતા થઈ છે.

આ મહિલા પહેલા પણ લાપતા થઈ ચુકી છે, પરંતુ એ સ્વયં પરત આવી ગઈ હતી. આ દરમિયાન, પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે એ નજીકના રેલવે સ્ટેશનની પાસે બેઠી હતી, ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને એ વ્યક્તિએ દાવો કર્યાે હતો કે તેના પતિએ મોકલ્યો છે.

પોલીસ સ્ટેશનના એસએચઓ શ્રી નિવાસે જણાવ્યું કે, મહિલાએ પોતાની સાથે બનેલી ઘટના વર્ણવીને એમ કહ્યું કે એ વ્યક્તિ પોતાની સાથે લઈ ગયો અને પછી ઊભેલી ટ્રેનના ખાલી ડબ્બામાં લઈ જઈને બળાત્કાર કર્યાે હતો.

પછી અન્ય બે વ્યક્તિ પણ આવી ગયા અને તેમણે પણ બળાત્કાર કર્યાે હતો. પછી આરોપીઓ મહિલાને સોનીપત લઈ જઈને રેલવેના પાટા પર ફેંકી દીધી અને ટ્રેન ઉપરથી પસાર થવાને લીધે પીડિત મહિલાનો પગ કપાઈ ગયો.

પોલીસ અધિકારી શ્રી નિવાસે જણાવ્યું કે, પીડિતાની સારવાર ચાલી રહી છે. આ મામલામાં સામૂહિક બળાત્કાર માટે ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે પાણિપત ગવર્નમેન્ટ રેલવે પોલીસ(જીઆરપી)ને મોકલી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.