અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પ્રિયદર્શનની હૈવાનમાં સાથે જોવા મળશે

મુંબઈ, અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની થ્રિલર ફિલ્મની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર આ ખબર છવાઈ ગઈ છે. તેમની બંનેની લાંબા સમય પછી એકસાથે ફિલ્મ આવી રહી છે, ‘હૈવાન’. આ શબ્દનો અર્થ રાક્ષસ થાય છે, તેના પરથી જ આ ફિલ્મ એક ગંભીર, ઉગ્ર અને જકડી રાખે એવી ફિલ્મ, તેમજ થિએટરમાં જોવાનો એક અલગ અનુભવ પુરો પાડે એવી ફિલ્મ હોવાનો અંદાજ આવે છે.
તેથી બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ સારી ચાલશે એવી અપેક્ષા છે.સૈફ અને અક્ષય કુમાર ૧૭ વર્ષે સાથે આવવાના હોવાથી દર્શકો ઉત્સાહીત છે, આ પહેલાં તેમની બંનેની ફિલ્મ ‘ટશન’ ૨૦૦૮માં આવી હતી.
બીજી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ પ્રિયદર્શન ડિરેક્ટ કરશે, જેઓ ‘હેરા ફેરી ૩’ પણ ડિરેક્ટ કરી રહ્યા છે. આ એક એવી થ્રિલર ફિલ્મ હશે, જેમાં બંને કલાકારોની અલગ સ્ટાઇલ અને એનર્જાે યોગ્ય ઉપયોગ થઈ શકશે.સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, ફિલ્મનો વિષય અને શૈલીનો અંદાજ આવી શકે તે માટે ફિલ્મનું નામ કાળજીપૂર્વક નક્કી કરાયું છે.
તેમણે આગળ જણાવ્યું, “ટીમને લાગ્યું કે આ નામથી તેમના વિષય અંગે બહુ સારી રીતે અંદાજ આવે છે અને એ પણ દર્શાવે છે કે પ્રિયદર્શન એમાં શું કરવા માગે છે. તેઓ એક એવી થ્રિલર ફિલ્મ બનાવવા માગે છે, જે દર્શકોને જકડી રાખશે.
અન્ય શીર્ષક પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ આ નામ સર્વાનુમતે નક્કી થયું હતું, જેમાં આ પાત્ર લીડ એક્ટર્સ દ્વારા જ કરાશે.”આ ફિલ્મનું કામ આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થશે, આ પહેલાં અક્ષય પ્રિયદર્શન સાથે ભૂતબંલામાં કામ કરી ચૂક્યો છે અને હેરા ફેરી ૩માં પણ કરશે.
જો સૈફ અલી ખાનની વાત કરવામાં આવે તો તેણે તાજેતરમાં જ્વેલ થીફ – ધ હાઇસ્ટ બિગીન કરી છે. આમ બે જાણીતા કલાકારો અને ડિરેક્ટર સાથે આ ફિલ્મ કસપ્રદ હશે એવી આશા છે.SS1MS