અનુષ્કા શેટ્ટીની ‘ઘાટી’ બીજી વખત પોસ્ટપોન થઈ

મુંબઈ, બાહુબલિમાં દેવસેના તરીકે જાણતી બનેલી અનુષ્કા શેટ્ટીની આગામી એક્શન ફિલ્મ ‘ઘાટી’ને બીજી વખત પોસ્ટપોન કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મને ૧૧ જુલાઈએ રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ પ્રોડક્શનને લગતું કેટલુંક કામ બાકી હોવાથી તેને અટકાવવામાં આવી છે. ફિલ્મના પ્રોડ્યુસર્સે વિલંબનું કારણ આપ્યું નથી અને નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી નથી.
પ્રોડક્શન હાઉસ યુવી ક્રીએશન્સ દ્વારા એક્સ પોસ્ટ પર જણાવાયું હતું કે, સિનેમા એ નદી જેવું જીવંત છે. તે સતત આગળ વધે છે અને ક્યારે ઊંડાઈ મેળવવા ધીમું પડે છે.
‘ઘાટી’ માત્ર એક ફિલ્મ નથી, તે પહાડોની ગૂંજ અને જંગલની ભીનાશ છે. સ્ટોરીને પથ્થર અને માટીથી કોતરવામાં આવી છે. દરેક ળેમ અને દરેક શ્વાસના સન્માનમાં ફિલ્મની ઊડાનને થોડો સમય રોકવામાં આવી છે.
આનાથી ફિલ્મ વધારે સારી અને અવિસ્મરણિય બનશે. અગાઉ ‘ઘાટી’ને ૧૮ એપ્રિલે રિલીઝ કરવાની હતી. બાદમાં તેને ૧૧ જુલાઈએ રિલીઝ કરવાનું આયોજન હતું. અનુષ્કા શેટ્ટી અને યુવી ક્રીએશન્સે અગાઉ ‘વેદામ’માં સાથે કામ કર્યું હતું.
આ તેમની બીજી ફિલ્મ છે. ફિલ્મના અગાઉના પોસ્ટરમાં તેને ‘વિક્ટિમ, ક્રિમિનલ અને લીજન્ડ’ તરીકે ઓળખાવવામાં આવી હતી. તાજેતરની ઝલકમાં પીડિત મહિલાને ક્રિમિનલ બનતી દર્શાવાઈ છે. અફીણના ગોરખધંધા પર વર્ચસ્વ ધરાવતી ખૂંખાર મહિલાનો રોલ અનુષ્કાએ કર્યાે છે. ફિલ્મને તેલુગુ તમિલ, કન્નડ, મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.SS1MS