Western Times News

Gujarati News

‘કાલીધર લાપતા’ થઈ શકે છે, પરંતુ અભિષેક નહીંઃ અમિતાભ

મુંબઈ, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક પર ખૂબ ગર્વ અનુભવે છે. હવે જયારે અભિષેકની ફિલ્મ ‘કાલીધર લાપતા’ના વખાણ થઈ રહ્યા છે તો એવામાં અમિતાભ પણ સોશિયલ મીડિયા દ્વારા તેમાં જોડાયા છે અને પુત્રના વખાણ કરી રહ્યા છે. બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કાલીધર લાપતા’ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ચુકી છે.

ફિલ્મને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને જોવા માટે ફેન્સ ઉત્સુક હતા. હવે જ્યારે ફિલ્મ આવી ગઈ છે તો તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ખુદ અમિતાભ બચ્ચન પણ પોતાના પુત્રના પરફોર્મન્સને જોઈને ખૂબ આનંદિત છે અને એ અભિષેકના જાહેરમાં વખાણ કરતા જોવા મળી રહ્યા છે. હવે સોશ્યલ મીડિયા પર બિગ બીએ જૂનિયર બી ના ભરપુર વખાણ કર્યા છે અને પ્રેમ વ્યક્ત કર્યાે છે.

અમિતાભ બચ્ચને ઈંસ્ટાગ્રામ પર અભિષેકનો એક ફોટો શેયર કર્યાે છે. અભિષેકનો આ સાઇડ ફોટો છે, જેમાં એ કેઝ્યુઅલ લુકમાં નજર પડી રહ્યો છે. અભિનેતા અભિષેક આ દરમિયાન ખૂબ ડિસન્ટ લુકમાં છે.

અભિષેકના ફોટની સાથે કેપ્શનમાં અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘મારો ગર્વ અને મારો પ્રેમ, કેટલી સુંદર રીતે તમે તમારી ટર્મ્સ પર પ્રશંસા અને ઓળખ હાંસલ કરી રહ્યા છો.

કાલીધર લાપતા હોઈ શકે છે, પરંતુ અભિષેક બચ્ચન અમારા હૃદયમાંથી ક્યારેય પણ લાપતા થઈ શકે નહીં.’અમિતાભની આ પોસ્ટ પર ચાહકોના રિએક્શન આવવાના પણ શરુ થઈ ગયા છે. એક વ્યક્તિએ તેના પર કોમેન્ટ કરીને એમ લખ્યું કે, આ તો અભિષેકની એવોર્ડ વિનિંગ ઓથેન્ટિક પરફોર્મન્સ છે. એક અન્ય યુઝરે લખ્યું કે, મેં હમણાં જ કાલીધર લાપતા ફિલ્મ જોઈ. હું આ શાનદાર ફિલ્મને જોઈને ખૂબ આશ્ચર્યચકિત છું. અભિષેક બચ્ચન અને ચાઇલ્ડ આર્ટિસ્ટે કેવી કમાલની એક્ટિંગ કરી છે.

બીજા એક યુઝરે અમિતાભની પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યું કે, અભિષેક બચ્ચન રોક્સ. અભિષેક ખરેખર સ્પેશ્યલ છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા અભિષેક બચ્ચનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકાથી વધુનો સમય થઈ ચુક્યો છે.

આ દરમિયાન અભિષેકે નાની-મોટી કેટલીયે ફિલ્મોમાં અભિનય કર્યાે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લીડ રોલમાં ગજબની એક્ટિંગ કરી રહ્યો છે. પછી એ – લૂડો હોય, દસવી કે ઘૂમર હોય, અભિષેકની એક્ટિંગ સૌને પસંદ આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.