Western Times News

Gujarati News

હવે લર્નીંગ લાયસન્સ મેળવવું બન્યું વધુ સરળઃ ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે

અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે

Ahmedabad, રાજ્યના નાગરીકોને સરળતાથી લર્નીંગ લાયસન્સ મળી રહી તે હેતુથી રાજ્ય સરકારે મહતત્વનો નિર્ણય કર્યો છે. હવેથી અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે. જેથી અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસારનાગરીકો માટે હવે લર્નીંગ લાયસન્સ મેળવવું વધુ સરળ બન્યું છે. લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીનું વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તા.૭ જુલાઈ૨૦૨૫થી આ નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. 

આ ઉપરાંત જો અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે છે તો તેવા કિસ્સામાં આરટીઓએઆરટીઓઆઈટીઆઈપોલીટેકનીક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.