વીજ કંપનીના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા અને ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપની ને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ઘટના વીજ કંપનીના બે જુનિયર આસિસ્ટન્ટ દ્વારા કરવામાં આવતા બંને કર્મચારીઓને વિરુદ્ધ વીજ કંપની દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
બનાવની વિગત એવી છે કે ગત રવિવારે સાંજના રોજ ઝઘડિયા ટાઉનમાં રહેતા ધવલ રાજુભાઈ શાહ જેઓ એડવોકેટ નો વ્યવસાય કરે છે, તેમના ટાવર રોડ સ્થિત ઘરે વીજ પ્રવાહમાં કોઈ ફોલ્ટ આવતા તેઓ દ્વારા ૩૦ થી વધુ વખત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો હતો, પરંતુ તેઓએ કોલ ઉપાડ્યો ન હતો.
જેથી એડવોકેટ ધવલ શાહ ઝઘડિયાની વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારે વિજ કંપનીના જવાબદાર લાઈનમેનનો સ્ટાફ કચેરીમાં માં હતા નહીં અને તેઓ ફિલ્ડમાં હતા.એ સમયે વીજ કચેરીમાં કચેરીના જુનિયર આસિસ્ટન્ટ સુભાષ ડામોર જેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રવીણ કટારા જેવો મીટર રીડર તરીકેની ફરજ બજાવે છે.
તેઓ વીજ કચેરીના ટેબલ પર જ દારૂની મહેફીલ માણતા જણાયા હતા.જેથી એડવોકેટ પણ આ દ્રશ્ય જોઈ અચંબિત થઈ ગયા હતા.એડવોકેટ દ્વારા નશામાં ધૂત બન્ને કર્મચારીઓનો વિડીયો શુટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બંને વીજ કંપનીના કર્મચારીઓ એટલી હદે નશામાં હતા કે આવેલા કંપનીના ગ્રાહકને કેવી રીતે અને શું જવાબ આપવો તેનો પણ તેમણે ભાન ન હતું.
અને નશાની હાલતમાં જણાવતા હતા કે હેલ્પલાઈન નંબર ઉઠાવવો અમારી ફરજમાં આવતો નથી તમે જે ફરજ પડશે તેમને જણાવો તેમ કહી તોછડાય ભર્યું વર્તન એડવોકેટ સાથે કર્યું હતું
જેથી એડવોકેટેડ અને તેના સાથે આવેલા અન્ય લોકોએ વીજ કંપનીના કચેરીના ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરાવી હતી તેમાં પણ પ્રવીણ કટારા નામનો મીટર રીડર તેમના અધિકારી સાથે નશાની હાલતમાં ગમે તેવી વાત કરતો હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો, ઘટના સંદર્ભે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને શોકોઝ નોટીસ પાઠવવામાં આવી છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.