Western Times News

Gujarati News

શેરબજારમાં વધુ નફાની લાલચને કારણે મહિલાએ રૂ.૧.૪૯ કરોડ ગુમાવ્યા

વડોદરા, વડોદરાની ગોત્રી વિસ્તારની મહિલાને ઓનલાઈન શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી ભેજાબાજોએ રૂપિયા ૧.૪૯ કરોડ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી રૂપિયિા પરત માંગતા નહીં આપી છેતરપિંડી કરતાં ભેજાબાજો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા અને પાર્ટનર શીપમાં શ્રીનિવાસ સાથે શ્રીજી કન્સલ્ટનની ઓફિસ ધરાવતા અને તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેમાં ફ્રીમાં વોટ્‌સએપ ગ્રુપ ચાલુ કરવાના છે અને શેર માર્કેટમાં લગતી ટિપ્સ આપવામાં આવશે સાથે લિંક આપવામાં આવી હતી. ગ્રુપમાં ૧૦૧ મેમ્બરો હતા જેમાં વિજયસિંહ મેસેજ કરતો અને કયા શેરોમાં ઈનવેસ્ટ કરવાથી સારો નફો મળી શકે અને રોજે રોજ ટિપ્સ આપતો હતો.

આ ઉપરાંત યુએસએ સ્ટોક કયુ આઈબીમાં ટ્રેડિંગ કરવું હોય તો સ્ટોર બ્રોકર કિરા કેપિટલ કોર્પોરેશનમાં એકાઉન્ટ ઓપન કરાવવું પડશે જેથી શેર માર્કેટમાં ઈનવેસ્ટ કરવાની ઈચ્છા હોઈ વિજયસિંહ એ પ્રોસેસ સમજાવી લિંક આપી હતી. જેમાં મારા ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાનકાર્ડ આપ્યા હતા.

તેઓએ આપેલ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવેલ જેથી બેન્ક એકાઉન્ટમાં પ૦,૦૦૦ જમા કરાવેલ અને ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું હતું અને બે જ દિવસમાં પ્રોફિટ રૂપિયા ૧.૧પ લાખ એપમાં બતાવતો હતો તેમજ પ્રોફેટમાંથી ૧૦૦૦ની રકમ ઉપાડતા તે જમા થયા હતા જેથી વિશ્વાસ આવ્યો હતો.

આ ઉપરાંત આઈપીઓમાં ઈનવેસ્ટ કરવા ગત તા.ર૩ એપ્રિલથી ૧૦ મે સુધીમાં જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ૧.૪૯ કરોડ જમા કરાવ્યા હતા જેનું કમિશન સાથે પોર્ટફોલિયોમાં ૧ર.પ૬ કરોડનો નફો બતાવતો હતો. નફામાંથી રૂપિયા ઉપાડવા જતા ઉપડયા નહોતા જેથી ઈન્વેસ્ટમેન્ટ કરેલ રકમ અને નફાની રકમ પરત માંગતા તેઓએ પરત કરતા નહોતા જેથી છેતરાયાનો અહેસાસ થતાં આખરે સાયબર ક્રાઈમમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.