નડિયાદમાં શિક્ષણ સહાયક ભલામણ પત્ર-નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર-નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ખેડા જિલ્લાની ૧૧૦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૧૭ જેટલા શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક પત્ર આપી શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડા જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી. સાંસદએ શિક્ષણ પદ્ધતિ, કેળવણી, સમાજજીવન જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વાત કરી હતી. તેમણે નવનિયુક્ત શિક્ષકોને કમિટમેન્ટથી કાર્ય કરવા હાકલ કરી હતી. સાંસદએ ઉમેર્યું હતું કે ઘણી બધી સામાજિક બધીઓ અને દૂષણોનું સમાધાન કેળવણી દ્વારા આપી શકાય છે.
ત્યારે શિક્ષકોને ખૂબ જ આત્મીયતાથી વિદ્યાર્થીઓનું જતન કરી વિકસિત ભારતના નિર્માણમાં આદર્શ નાગરિકો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.મનપા કમિશનર જી.એચ.સોલંકીએ નવનિયુક્ત શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું સિંચન કરી દેશના વિકાસમાં ફાળો આપે તેવા ઉત્તમ નાગરિકો તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો.