ખેડાના રઢુ નજીક પોલીસે દરોડો પાડી રૂ.૬ લાખનો દારૂ પકડ્યો

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા તાલુકાના રઢુ ગામ ખાતે પશુ દવાખાના ની દિવાલ ની ઓથે બુટલેગરો મધ્યરાત્રી પછી એક કારમાં ભરી લાવેલ રૂપિયા ૬ લાખની કિંમતના વિદેશી દારૂ અને બીયર ટીન ના જથ્થાનું એક ટ્રેક્ટર માં કટીંગ કરતા હતા ત્યારે પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે
જોકે બુટલેગરો ભાગી છૂટવામાં સફળ બન્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર અને એક ટ્રેક્ટર મળી કુલ રૂપિયા ૧૮ લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ખેડા શહેર પોલીસ ટીમ રાત્રી સમયે પેટ્રોલિંગમાં હતી દરમિયાન રઢુ ગામ ખાતે પહોંચી હતી આ દરમિયાન પોલીસ ટીમે રઢુ ગામ ખાતે આવેલ પશુ દવાખાનાની દિવાલના ઓથે ઉભેલ કાર નંબર જીજે ૨૭ ઈસી ૫૫૪૦ માં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૂ ના જથ્થાનું બુટલેગરો ટ્રોલીલી વાળા ટ્રેક્ટરમા કટીંગ કરતા હોવાનું જોયું હતું જેથી પોલીસ ટીમે તુરંત ત્યાં દોડી જઈ છાપો માર્યો હતો આ દરમિયાન પોલીસને જોઈ વિદેશી દારૂનું કટીંગ કરતા બુટલેગરો અંધારામાં ભાગી ગયા હતા.
બાદ પોલીસે કાર અને ટ્રેક્ટર ની તલાસી હાથ ધરી હતી તે દરમિયાન પોલીસને વિદેશી દારૂ ની નાની મોટી બોટલ નંગ ૯૬૦ કિંમત રૂપીયા ૫, ૨૩, ૨૦૦ તથા બીયરના ટીન નંગ ૩૮૪ કિંમત રૂપિયા ૭૬,૮૦૦ મળી કુલ રૂપિયા ૬,૦૦,૦૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વિદેશી દારૂ તેમજ બિયર ટીન નો જથ્થો તેમજ કાર અને ટ્રેક્ટર મળી કુલ રૂપિયા ૧૮,૦૦,૦૦૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો દરમિયાન ખેડા શહેર પોલીસે આ અંગે દારૂબંધીનો ગુનો નોધી ફરાર થઈ ગયેલ આરોપી બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.