વડોદરા-આણંદ બ્રિજ તૂટતા અકસ્માત, ચાર વાહનો નદીમાં ખાબક્યા

વડોદરા, વડોદરામાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વનો બ્રિજ ગણાય છે. બ્રિજ તૂટી પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે.ગુરુવારે વહેલી સવારે ગંભીરા બ્રિજનો એક ભાગ ધસી પડતાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા.
મળતી માહિતી મુજબ, બે ટ્રક, એક પિકઅપ વાન અને એક બાઈક નદીમાં ગરકાવ થયો હતો. સૂત્રો પ્રમાણે હાલ સુધીમાં આ ઘટનામાં બે વ્યક્તિઓના મોતની આશંકા છે, જ્યારે ત્રણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
એક ટ્રક બ્રિજ પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને તેના તૂટવાથી મોટા પાયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાનો વીડિયો શેર કર્યાે અને તંત્રને ઝડપથી બચાવ કાર્યવાહી હાથ ધરવા તેમજ ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગાે ગોઠવવા જણાવ્યું. વડોદરા કલેક્ટરે પણ આ ઘટનાની પુષ્ટિ કરી અને બચાવ કામગીરીની માહિતી આપી.
સ્થાનિક લોકો અને નિષ્ણાતો દ્વારા બ્રિજની જર્જરિત હાલત અને નિયમિત નિરીક્ષણના અભાવની આ ઘટના બની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારે આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળી શકે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.SS1MS