ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને વધારાના શસ્ત્રો મોકલવાની જાહેરાત કરી

વોશિંગ્ટન, રશિયાએ નવેસરથી હુમલા કરીને યુક્રેનના કેટલાંક નવા પ્રદેશો પર અંકુશ મેળવ્યો છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કીવને વધારાના શસ્ત્રો મોકલવાની જાહેરાત કરી છે.
રશિયાના નવેસરના હુમલાથી યુદ્ધભૂમિમાં યુક્રેન પડકારોનો સામનો કરી રહ્યું હોવાનું સ્વીકારીને પ્રેસિડન્ટ ટ્રમ્પે વ્હાઉટ હાઉસમાં જણાવ્યું હતું કે અમારે વધુ શસ્ત્રો મોકલવા પડશે, જે ખાસ કરીને સંરક્ષણાત્મક શસ્ત્રો હશે. રશિયા ખૂબ જ આકરા પ્રહાર કરી રહ્યું છે.
તેઓ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનથી ખુશ નથી.વોશિંગ્ટને કિવને અમુક શસ્ત્રોના સપ્લાય પર રોક લગાવ્યાના થોડા દિવસો પછી પ્રેસિડન્ટ ટ્રમ્પે આ ટીપ્પણી કરી હતી. લશ્કરી સહાયમાં ટૂંકા ગાળાનો આ વિરામ કિવ માટે મોટી ચિંતાનો વિષય બન્યો હતો.
યુક્રેન ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં સૌથી મોટા મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યું છે. રશિયાએ યુક્રેનના કેટલાંક પ્રદેશો પર અંકુશ મેળવ્યો હોવાનો પણ દાવો કર્યાે છે. બીજી તરફ યુક્રેને જણાવ્યું હતું કે તેને મોસ્કો પ્રદેશમાં રશિયન દારૂગોળા ફેક્ટરી પર વળતા ડ્રોન હુમલા કર્યા હતાં.
પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી જણાવ્યું હતું કે આગામી વ્યૂહાત્મક બેઠકો દ્વારા આંતરરાષ્ટ્રીય સમર્થન અને સહયોગને મજબૂત કરાશે. રશિયા હવે ઇરાનના શાહેદ ડ્રોનનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. યુદ્ધને લંબાવવા માટે તેની પાસે બહુ ઓછા વિકલ્પો બાકી છે.SS1MS