Western Times News

Gujarati News

૨,૩૦૦ એકાઉન્ટ બ્લોક કરવાનો ભારતનો આદેશ હતોઃ એક્સનો દાવો

નવી દિલ્હી, ભારત સરકારે ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોઇટર્સ સહિતના આશરે ૨,૩૦૦ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો હોવાના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ઠના દાવાને ફગાવી દેતા સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેને એકાઉન્ટ બ્લોક કરવાના કોઇ નવા આદેશ આપ્યાં નથી. સરકારે પ્રેસ સેન્સરશીપના આક્ષેપોને પણ ફગાવી દીધાં હતાં.

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે સરકારે ૩ જુલાઈ ૨૦૨૫એ કોઇ એકાઉન્ટ બ્લોક કરવાનો કોઇ આદેશ જારી કર્યાે ન હતો અને સરકાર રોઇટર્સ અને રોઇટર્સવર્લ્ડ સહિત કોઈપણ અગ્રણી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલોને બ્લોક કરવાનો કોઈ ઇરાદો ધરાવતી નથી. ભારતમાં એક્સ પ્લેટફોર્મ પર રોઇટર્સ અને રોઇટર્સવર્લ્ડને બ્લોક કરવામાં આવ્યાં કે તરત જ સરકારે એક્સને અનબ્લોક કરવાનો પત્ર લખ્યો હતો.

અગાઉ એલન મસ્કની માલિકીની આ વેબસાઇટે દાવો કર્યાે હતો કે શનિવારે રાત્રે સરકારની કાનૂની માંગને કારણે રોઇટર્સનું એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ કરાયું છે. અહીં ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે ચોક્કસ એકાઉન્ટ્‌સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક્સએ પ્રોસેસમાં સામેલ ટેકનિકલ બાબતોનો દુરુપયોગ કર્યાે હતો અને અને આ યુઆરએલને અનબ્લોક કર્યા ન હતાં. જોકે ઘણા કલાકોના ફોલો-અપ પછી એક્સએ આખરે ૬ જુલાઈ ૨૦૨૫ની રાત્રે ૯ વાગ્યા પછી રોઇટર્સ અને અન્ય યુઆરએલને અનબ્લોક કર્યા હતાં. તેમને રોઇટર્સને અનબ્લોક કરવામાં ૨૧ કલાકથી વધુ સમય લાગ્યો હતો.

ભારત સરકારના ૩ જુલાઈના આદેશને કારણે રોઇટર્સનું એકાઉન્ટ બ્લોક કરાયું હોવાના મંગળવારે મંગળવારે એક્સએ કરેલા દાવા પછી સરકારે આ સ્પષ્ટતા કરી હતી. ટ્‌વીટરે સરકાર પર પ્રેસ સેન્સરશીપનો પણ આક્ષેપ કરીને જણાવ્યું હતું કે તે કાનૂની વિકલ્પોની ચકાસણી કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.