Western Times News

Gujarati News

‘સુપરમેન’ની માનવતા: અમેરિકામાં ઈમિગ્રન્ટ્‌સની તકલીફ દૂર કરશે

જીવનને બહેતર બનાવવા અન્ય દેશમાંથી અમેરિકા આવતા ઈમિગ્રન્ટ્‌સના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.

મુંબઈ, સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો ધરાવનારા સુપરહીરો ‘સુપરમેન’નું ૧૧ જુલાઈએ આગમન થઈ રહ્યું છે. ‘સુપરમેન’ને દરેક ફિલ્મમાં દુષ્ટ-અત્યાચારીઓ સામે લડતો અને ગુનેગારોને સજા આપતો બતાવાય છે. આગામી ફિલ્મમાં સુપરમેનની માનવતાની સ્ટોરી છે, જેમાં તે અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્‌સની તકલીફો દૂર કરવાનો છે.

ડીસી સ્ટુડિયો દ્વારા જેમ્સ ગુન્નના ડાયરેક્શનમાં ‘સુપરમેન’ બની છે. જેમ્સના મતે આગામી ફિલ્મમાં અમેરિકાની સ્ટોરી છે. ડેવિડ કોરેનસ્વેટે લીડ રોલ કર્યાે છે, જ્યારે વિલન લોઈસ લેન તરીકે બ્રોસ્નહાન જોવા મળશે. ડાયરેક્ટર જેમ્સે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મની થીમ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન અમેરિકાની સ્ટોરી છે.

જીવનને બહેતર બનાવવા અન્ય દેશમાંથી અમેરિકા આવતા ઈમિગ્રન્ટ્‌સના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ‘સુપરમેન’ની સ્ટોરી ખૂબ સરળ હોવાની સાથે ગહન પણ છે. તેના પાયામાં માનવીય કરુણા રહેલી છે. માનવ જીવનમાંથી કરુણાનું ધોવાણ થયું હોય તેમ લાગી રહ્યું છે.

ફિલ્મના માધ્યમથી સમગ્ર દુનિયાને એક સંદેશ આપવા પ્રયાસ થયો છે. સામાજિક સ્તરે અનેક ભાગમાં વહેંચાયેલા વિશ્વને માનવતાની જરૂર છે. માનવતાના મૂલ્યો ન ધરાવતા હોય તેવા લોકોને આ ફિલ્મ જોઈને આંચકો લાગી શકે છે, પરંતુ તેનો હેતુ કરુણા પ્રસરાવવાનો અને અત્યાચારીઓને પાઠ ભણાવવાનો છે.

ફિલ્મમાં રાજકારણ અને નૈતિકતાની વાત પણ થઈ છે. રાજકીય લાભ માટે નફરત ફેલાવતા અને લાચાર ઈમિગ્રન્ટ્‌સને હેરાન કરતા નેતાઓની ટીકા કરવામાં આવી છે. સુપરમેન ક્યારેય જીવ લેવામાં નથી માનતો જ્યારે લોઈસ લેનની ઈચ્છા કત્લેઆમ મચાવવાની છે.

નૈતિક મૂલ્યો માટે બંને વચ્ચે રહેલો તફાવત જ સુપરમેન અને લોઈસના સંબંધોને અસર કરે છે. આ મતભેદના કારણે તેમના સંબંધો પણ જોખમમાં મૂકાય છે. આગામી ‘સુપરમેન’માં ડેવિડ અને બ્રોસન્હાનની સાથે નિકોલસ હોલ્ટ, મારા ગેબ્રિએલા નાથન ફિલિઓન, સ્કાયલર ગિસોન્ડો અને ઈસાબેલા મર્સેડ પણ મહત્ત્વના રોલમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.