‘ડોન ૩’માં શાહરૂખ અને પ્રિયંકાના સરપ્રાઈઝ કેમિયોની શક્યતા

મુંબઈ, શાહરૂખ ખાન માટે લાંબો સમય રાહ જોયા પછી ફરહાન અખ્તરે આખરે ‘ડોન ૩’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં રણવીર સિંહનો લીડ રોલ છે, પરંતુ ફરહાનને શાહરૂખ વગર આ ફિલ્મ અધૂરી લાગી રહી છે.
જેથી ફરહાને સરપ્રાઈઝ કેમિયો માટે શાહરૂખને રાજી કરી લીધો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં આકર્ષણ વધારવા માટે શાહરૂખ ઉપરાંત પ્રિયંકા ચોપરાને પણ સ્પેશિયલ રોલ ઓફર થયો હોવાની ચર્ચા છે.
‘ડોન ૩’માં શાહરૂખની જગ્યાએ રણવીર સિંહની પસંદગી થઈ છે, પરંતુ ઓડિયન્સને સરપ્રાઈઝ આપવા ડાયરેક્ટર ફરહાન અખ્તરને શાહરૂખની જરૂર છે. શાહરૂખને સાંકળવા માટે ફિલ્મમાં ડ્રામેટિક ટવિસ્ટ લાવવાનો વિચાર થયો છે.
શાહરૂખ ખાનના ‘ડોન’ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ટોરીમાં પણ ટિ્વસ્ટ લવાયો છે. શાહરૂખના રોલ અંગે કોઈ જાણકારી બહાર આવી નથી. જો કે સરપ્રાઈઝ કેમિયોની ઓફર સાથે ફરહાને શાહરૂખ સાથે મુલાકાત કરી હોવાનું કહેવાય છે.
શાહરૂખ હાલ તો ‘કિંગ’ના શૂટિંગમાં બિઝી છે, પરંતુ ફરહાન સાથેના ગાઢ સંબંધોને ધ્યાને રાખી શાહરૂખે ઓફર સ્વીકારી હોવાનું કહેવાય છે. કેટલાક લોકોનું માનવું છે કે, રોમાના રોલમાં પ્રિયંકા ચોપરા પણ આવી શકે છે. ‘ડોન ૩’માં શાહરૂખની જેમ પ્રિયંકાને પણ કેમિયો ઓફર થયો છે. પ્રિયંકા તરફથી આવેલા જવાબ અંગે કોઈ માહિતી મળી શકી નથી.SS1MS