Western Times News

Gujarati News

બેંક ડિપોઝિટ વીમો વધારી રૂ.૨ લાખ કરાશે

નવી દિલ્હી, નાણામંત્રાલય બેન્ક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ વધારીને રૂ.૨ લાખ કરવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં આ બાબતે જાહેરાત થવાની શકયતા છે. સપ્ટેમ્બર (PMC) બંધ થવાથી સરકારે અને RBIની ટીકા થઇ હતી. તેને લીધે ઘણા થાપણદારો મુશ્કેલીમાં મુકાયા હતા.સરકાર ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સંબંધી ફેરફાર માટે જરૂરી એમેન્ડમેન્ટ કરવા સક્રિય છે. તેને લીધે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) એકટમાં છેડછાટ કર્યા વગર ડિપોઝિટ ઇન્શ્યરોન્સમાં વધારો થઇ શકશે. અશ્વિન પારેખ એડ્વાઇઝરી સર્વિસિસના પ્રોપાઇટર અશ્વિન પારેખે જણાવ્યું હતું કેસ, ”PMCની કટોકટીને પગલે બેન્ક થાપણદારો માટે ડિપોઝિટ ઇન્શયોરન્સમાં વૃદ્ધિ મોટી રાહત હશે.

જોકે, વધેલા ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો ખર્ચ કોણ વેઠશે એ જ ચર્ચાની વિષય છે” PMC બેન્કના ધબડકા પછી બેન્ક થાપણોની સૂરક્ષાનો મુદ્દો ફરી કેન્દ્રમાં આવ્યો હતો. અત્યારે DICGC એકટ, ૧૯૬૧ હેઠળ ૬૧ લાખ સુધીની FD પર ડિપોઝિટ ઇન્શ્યોરન્સ મળે છે. એટલે કોઇ બેન્ક નિષ્ફળ જાય તો થાપણદારને રૂ.૧ લાખથી વધુની થાપણ રકમ પરત મળતી નથી ડિપોઝિટ ઇન્શયોરન્સની રૂ.૧ લાખની રકમ ૨૫ વર્ષ પહેલા નિર્ધારિત કરવામાં આવી હતી. કોઇ બેન્ક નિષ્ફળ જાય તો સરકાર ડિપોઝિટ ઇન્શયોરન્સ માટે ઇમરજન્સી એકસેસ આપવાના પ્રસ્તાવ અંગે વિચારી રહી છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, ”ડિપોઝિટ ઇન્શ્યોરન્સની રકમ વધશે તો વિવાદનો મુદ્દો પ્રીમિયમ ખર્ચમાં વૃદ્ધિની ચુકવણીનો છે. વધેલો પ્રીમિયમ ખર્ચ બેન્કોએ વેઠવો પડશે.” PMCના ૭૮ ટકા થાપણદારોની ડિપોઝિટ રૂ.૫૦,૦૦૦ થી ઓછી હતી. SBI ના મતે કુલ થાપણમાં રૂ.૧ લાખથી ઓછી ડિપોઝિટનો હિસ્સો ૬૧ ટકા હતા. આંકડા મુજબ નાના થાપણદારોને પૂરતો ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ડિપોઝિટ ઇન્શયોરન્સની રકમ વધારવા માટે સંખ્યાબંધ રજુઆત થઇ છે. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવરેજની મર્યાદાના આંકડા દર્શાવે છે કે, ભારતમાં ઇન્શયોરન્સ કવરેજ ઘણું નીચું ૧,૫૦૮ ડોલર છે. જે અમેરિકામાં ૨,૫૦,૦૦૦ ડોલર અને બ્રિટનમાં ૧,૧૧,૧૪૩ ડોલર હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.