વસંત મસાલાએ એમેઝોન સાથે નવી ઊંચાઇઓ સર કરી, પ્રાઇમ ડે 2025 માટે તૈયાર

ગુજરાતની મસાલા બ્રાન્ડ લાખો લોકો સુધી અસલી ભારતીય ફ્લેવર પહોંચાડવા માટે પરંપરા અને ટેક્નોલોજીનો સમન્વય કરે છે અને વિશ્વભરમાં કામગીરી વિસ્તારવા માટે એમેઝોન માર્કેટપ્લેસનો લાભ લે છે
Ahmedabad, ગુજરાતના વારસામાં મૂળિયા ધરાવતી મસાલા બ્રાન્ડ વસંત મસાલા 12-14 જુલાઈ દરમિયાન યોજાનારા એમેઝોન પ્રાઇમ ડે 2025 દરમિયાન સમગ્ર ભારતના ઘરોમાં આનંદ ફેલાવવા માટે તૈયાર છે. શુદ્ધતા, ગુણવત્તા અને પારિવારિક મૂલ્યો પ્રત્યે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી બ્રાન્ડની એક નાનકડા ગામના વ્યવસાયથી માંડીને વિશ્વ સ્તરે લોકપ્રિય બનેલા નામ સુધીની સફર ઇ-કોમર્સની પરિવર્તનકારી શક્તિનું ઉદાહરણ રજૂ કરે છે.
ગુજરાતના ઝાલોદમાં બાપુલાલ ભંડારી દ્વારા 1970માં સ્થપાયેલી અને પોતાના પત્ની વસંતીબેન ભંડારીના નામે શરૂ થયેલી વસંત મસાલા બ્રાન્ડે ભારતીય ઘરોમાં શુદ્ધ, ઘરના જેવા મસાલા પૂરા પાડવાના એક સરળ વિઝન સાથે શરૂઆત કરી હતી. વસંત મસાલાના સીએમડી ચંદ્રકાંત ભંડારીના નેતૃત્વ હેઠળની બીજી પેઢીની લીડરશિપ હેઠળ આ બ્રાન્ડે પોતાના વારસા સાથે વળગી રહેવાની સાથે એમ્બિયન્ટ-ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ અને હાઇજેનિક ઓટોમેટેડ પેકેજિંગ જેવી આધુનિક ટેકનિક્સ અપનાવી છે. આજે ત્રીજી પેઢીએ કામગીરી સંભાળી છે ત્યારે વસંત મસાલાની પ્રોડક્ટ્સ સમગ્ર ભારત અને વિશ્વના પાંચ ખંડોમાં પહોંચી ચૂકી છે.
એમેઝોનના ટૂલ્સ તથા ઇનસાઇટ્સ સાથે વિસ્તરણની ગતિ –તેના વિકાસમાં વાસ્તવિક પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે બ્રાન્ડે ઇ-કોમર્સમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં અમે સ્થાનિક બજારો અને લોકજીભે પ્રચાર પર મદાર રાખ્યો હતો. અમારી પોતાની વેબસાઇટ લોન્ચ કરવાથી અમારી પહોંચમાં વધારો થયો પરંતુ એમેઝોનના લીધે જ આખી બાજી સાચા અર્થમાં પલટાઇ ગઈ. એમેઝોને અમને મેટ્રોથી માંડીને ટિયર 2 અને ટિયર 3 શહેરો સુધીના સમગ્ર ભારતના ગ્રાહકો સાથે જોડાવા માટે સક્ષમ કર્યા અને તે પણ પૂરા વિશ્વાસ અને લોજિસ્ટિક ક્ષમતાઓ સાથે જે અમે ઓફલાઇન રિટેલમાં કદી હાંસલ કરી શક્યા ન હોત, એમ ચંદ્રકાંત ભંડારીએ જણાવ્યું હતું.
એમેઝોન સાથેની ભાગીદારી વસંત મસાલાની સફરમાં એક ટર્નિંગ પોઇન્ટ બની રહી. ફુલફિલમેન્ટ બાય એમેઝોન (એફબીએ) થી લોજિસ્ટિક્સની જટિલતાઓ દૂર થઈ અને તેમના ગ્રાહકો સુધી ઝડપથી અને સુરક્ષિત રીતે મસાલા પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું. A+ કન્ટેન્ટ જેવા ટૂલ્સ અને સમર્પિત બ્રાન્ડ સ્ટોરફ્રન્ટ્સ સાથે વસંત મસાલા તેનો વારસો વહેંચી શકી અને આધુનિક ગ્રાહકો સાથે તાલ મિલાવે તેવી રીતે અસલ મસાલાની 80થી વધુ વેરાઇટીઝ રજૂ કરી.
એમેઝોનની એડવર્ટાઇઝિંગ અને એનાલિટિક્સ ક્ષમતાઓએ ટીમને શક્તિશાળી આંતરદ્રષ્ટિ પૂરી પાડી અને તેમને વધુ માંગ ધરાવતા એસકેયુ ઓળખવામાં, સિઝન મુજબના ટ્રેન્ડ્સ અપનાવવામાં અને પરિણામો આપે તેવા પ્રમોશન્સ બનાવવામાં મદદ મળી. પ્રાઇમ ડે અને ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ્સમાં ભાગ લેવાથી તેમની વિઝિબિલિટીમાં વધારો થયો જેનાથી વસંત મસાલા હજારો નવા ઘરો સુધી જોડાઈ શકી અને પહેલી વખતના ખરીદદારોને વફાદાર ગ્રાહકોમાં ફેરવી શકી.
આ પ્રાઇમ ડે પર વસંત મસાલાએ તેના પ્રમોશનનું કાળજીપૂર્વક આયોજન કર્યું છે, જેમાં મર્યાદિત સમય માટે ડિસ્કાઉન્ટ, આકર્ષક પ્રોડક્ટ બંડલ અને નવા પ્રાદેશિક મસાલા મિશ્રણો રજૂ કરવામાં આવ્યા છે. બ્રાન્ડ પ્રાઇમ ડેને એમેઝોન પર ઉચ્ચ હેતુવાળા ખરીદદારો સુધી પહોંચવા, મોટા પાયે નવા ગ્રાહકો મેળવવા, તેમની ગુણવત્તાયુક્ત ઓફરો સાથે તેમને જોડવા અને તેમને વફાદાર ખરીદદારોમાં રૂપાંતરિત કરવાની સુવર્ણ તક તરીકે જુએ છે.
એમેઝોનના માર્કેટપ્લેસની અસર વ્યવસાયિક માપદંડોથી આગળ વધે છે. તેનાથી વસંત મસાલા કૌટુંબિક ભોજનને સમૃદ્ધ બનાવવા અને ભારતના રાંધણકળા વારસાને જાળવવાના તેના મિશન સાથે સુસંગત રહી શકી છે. ‘ખાના પીના મોબાઇલ બીના’ અને ‘પ્યાર તો હોના હી થા’ જેવા કેમ્પેઇન્સ ભોજન અને પરિવારની આસપાસ ભાવનાત્મક જોડાણોને મજબૂત બનાવે છે. આ એ મૂલ્યો છે જે એમેઝોનના વિશાળ ગ્રાહક આધાર સાથે પડઘો પાડે છે.
વૈશ્વિકસ્તરે કામગીરી વિસ્તારવા સાથે રાંધણકળાના વારસાની જાળવણી
બ્રાન્ડ ભવિષ્ય તરફ નજર કરી રહી છે તેમ, તેની મહત્વાકાંક્ષાઓ સ્પષ્ટ છે. વસંત મસાલાનો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે તેની હાજરી મજબૂત કરવાનો, તમામ એસકેયુમાં નવા ટકાઉ પેકેજિંગ રજૂ કરવાનો અને વિવિધ સ્વાદને સંતોષવા માટે અધિકૃત મસાલા મિશ્રણો સાથે નવીનતા લાવવાનું ચાલુ રાખવાનો છે. એમેઝોન એક વિશ્વસનીય ભાગીદાર તરીકે હોવાથી, બ્રાન્ડ તેના કિચનમાંથી ભારતીય સ્વાદોને વિશ્વભરના ઘરોમાં લઈ જવાનો આત્મવિશ્વાસ ધરાવે છે.
એક સામાન્ય ગામડાથી શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સુધી, વસંત મસાલાની વાર્તા એ વાતનો પુરાવો છે કે કેવી રીતે પરંપરા અને ટેકનોલોજી એકસાથે આવીને વિશ્વાસ અને સ્વાદનો વારસો બનાવી શકે છે.