Western Times News

Gujarati News

રાજસ્થાનમાં IAFનું જેગુઆર વિમાન ક્રેશ થયુંઃ ખેતરમાં આગ લાગી: 2 મોત

ચુરૂ, રાજસ્‍થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્‍તારના ભાનુડા ગામમાં એક લશ્‍કરી વિમાન ક્રેશ થયું. ઘટનાસ્‍થળેથી ૨ લોકોના મળતદેહ મળી આવ્‍યા છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્‍થળે રવાના થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્‍યા હતા. ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જગુઆર હોવાનું કહેવાય છે. હાલમાં, વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. મળતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા સેના અને સ્‍થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

અકસ્‍માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં ખળભળાટ મચી ગયો. કલેક્‍ટર અભિષેક સુરાણા અને સ્‍થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્‍થળે રવાના થઈ ગયા છે. સેનાની બચાવ ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચવાની છે, જેથી સ્‍થળને સીલ કરી શકાય અને તપાસ શરૂ કરી શકાય. ગામલોકોએ જણાવ્‍યું હતું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી.

ગામલોકોએ જાતે જ તેને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના વિગતવાર કારણોની પુષ્ટિ સેના દ્વારા કરવામાં આવશે. એવું કહેવાય છે કે વિમાન એક ઝાડ પર પડ્‍યું હતું. જેના કારણે ઝાડ પણ સંપૂર્ણપણે બળી ગયું હતું. જે જગ્‍યાએ વિમાન ક્રેશ થયું હતું તે રણ વિસ્‍તાર છે. ચુરુ એસપી જય યાદવે જણાવ્‍યું હતું કે સૈન્‍યનું વિમાન ક્રેશ થયું છે. વિમાન એક ઝાડ પર પડ્‍યું હતું. જેના કારણે ઝાડ પણ બળી ગયું હતું. ઘટનાસ્‍થળેથી ૨ મળતદેહ મળી આવ્‍યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.