સોમનાથમાં દર સોમવારે ભગવાન શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો આદ્યાત્મિક-શાસ્ત્રીય કાર્યક્રમ ‘વંદે સોમનાથ’ યોજાશે

આ વર્ષે શ્રાવણ માસના કુલ ૦૬ સોમવારે શ્રી સોમનાથ જ્યોતિર્લિગના વિવિધ ત્રણ સ્થળો પર ‘વંદે સોમનાથ’ કાર્યક્રમનું આયોજન
સોમનાથ દર્શને જવા માટે ગુજરાત એસટી દ્વારા વિશેષ AC Volvo બસની સુવિધા ઉપલબ્ધ
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આદ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે.
ભગવાન સોમનાથ દેશભરમાં શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. ભગવાન સોમનાથ અને નટરાજ એમ શિવના બંને વિશિષ્ટ સ્વરૂપો છે, જે સોમનાથ મંદિરમાં નટરાજના વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. ખાસ કરીને સોમનાથ મહોત્સવમાં, જ્યાં સંગીત અને નૃત્ય દ્વારા શિવની આરાધના થાય છે. સોમનાથ મંદિરનું ભવ્ય પરિસર માત્ર પૂજાના સ્થળ તરીકે જ નહીં, પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિનું સંગમ સ્થાન પણ છે. પવિત્ર પ્રદર્શનનું એક શક્તિશાળી કાર્ય જે કલાત્મકતા સાથે આધ્યાત્મિકતાને પણ રજૂ કરે છે.
વધુમાં પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દર વર્ષે શ્રાવણના પવિત્ર મહિનામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીના દર્શન માટે આવતા હોય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં એક નવતર પ્રયાસ રૂપે ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટસના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ચાલુ વર્ષે શ્રાવણ માસના દર સોમવારના દિવસે ‘વંદે સોમનાથ’ કાર્યક્રમ અંતર્ગત પ્રસિદ્ધ કલાકારો-નૃત્યકારોના માધ્યમથી ભગવાન શિવજીના નટરાજ સ્વરૂપના નૃત્ય,આધ્યાત્મ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિને પુનર્સ્થાપિત કરવાનો અનોખો પ્રયત્ન શરૂ કરવામાં આવનાર છે.
આગામી શ્રાવણ માસના દરેક સોમવારે એટલે કે તા.૧૪, ૨૧,૨૮, જુલાઇ તેમજ ૦૪,૧૧ અને ૧૮ ઓગસ્ટ-૨૦૨૫ એમ કુલ ૦૬ સોમવારે વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર ચોપાટી, પ્રોમોનેડ વોક વે પર શ્રી સોમનાથ મંદિર સામે તેમજ સાગરદર્શન ભવનથી શ્રી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ-સ્થળની પસંદગી કરવામાં આવી છે. સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને રજૂ કરતા આ ક્લાસિકલ-શાસ્ત્રીય સ્વરૂપે વંદે સોમનાથ કાર્યક્રમને માણવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૌ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભગવાન સોમનાથના દર્શને જવા ભક્તો માટે ગુજરાત એસટી દ્વારા રાણીપ,અમદાવાદથી વિશેષ AC Volvo બસની દૈનિક સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની આ ટ્રિપ- પેકેજ અંતર્ગત રોજ સવારે ૬.૦૦ કલાકે રાણીપથી ઉપડતી આ બસ સાંજે ૪.૦૦ કલાકે સોમનાથ આવી પહોંચે છે.
આ બસમાં એક યાત્રી માટે જવા- આવવાની ટિકિટ રૂ.૪,૦૦૦ તેમજ બે વ્યક્તિ માટે જવા-આવવાની રૂ.૭,૦૫૦ નક્કી કરવામાં આવી છે. જેમાં અલ્પાહાર,બે ટાઈમ ભોજન, હોટલમાં રાત્રિ રોકાણ અને ગાઈડની સુવિધા આપવામાં આવે છે .આ પેકેજમાં સોમનાથ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો,ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે. આ બસ બીજા દિવસે સોમનાથ ખાતેથી સવારે ૯.૩૦ કલાકે નિકળીને રાત્રે ૧૦.૩૦ કલાકે રાણીપ,અમદાવાદથી આવી પહોંચે છે તેમ,ગુજરાત પ્રવાસન વિભાગની યાદીમાં વધુ જણાવ્યું છે.
વડોદરા સ્થિત ‘ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટસ‘ના સંકલનમાં રહીને આ પ્રસિદ્ધ કલાકારો-નૃત્યકારો વિવિધ પ્રસ્તુતિતી રજૂ કરશે :