Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો: ઈરાનની ધમકી

ઈરાનના સુપ્રીમ કમાન્ડર ખામેનીના વરિષ્ઠ સલાહકાર જવાદ લારીજાનીએ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની ધમકી આપી છે

વોશિંગ્ટન,  ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના વરિષ્ઠ સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે શક્્ય છે કે ટ્રમ્પ તેમના વૈભવી ઘર માર-એ-લાગોમાં સૂર્યસ્નાન કરી રહ્યા હોય અને તેને ગોળી વાગી જાય.

ઈરાન ઈન્ટરનેશનલ વેબસાઇટ અનુસાર, તેમણે કહ્યું, “જ્યારે તેઓ તડકામાં પેટના બળે સૂતા હોય છે, ત્યારે એક નાનું ડ્રોન તેમના પર હુમલો કરી શકે છે. તે ખૂબ જ સરળ છે.” તમને જણાવી દઈએ કે લારીજાનીને આયાતુલ્લાહ ખામેનીની નજીક માનવામાં આવે છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બ્લડ પેક્ટ નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ ઉભરી આવ્યું છે, જે ખામેનીને અપમાનિત કરનારા અને તેમના જીવનને જોખમમાં મૂકનારાઓ સામે બદલો લેવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યું છે.

વેબસાઇટનો દાવો છે કે અત્યાર સુધીમાં તેણે ઇં૨૭ મિલિયનથી વધુ એકત્ર કર્યા છે અને તેનું લક્ષ્ય ઇં૧૦૦ મિલિયન સુધી પહોંચવાનું છે. વેબસાઇટ પર પ્રકાશિત એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહના દુશ્મનો અને ખામેનીના જીવનને જોખમમાં મૂકનારાઓને ન્યાય અપાવનારાઓને અમે પુરસ્કાર આપીશું.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્‌સ સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ ઝુંબેશ શરૂ થવાની પુષ્ટિ કરી છે અને ધાર્મિક જૂથોને પશ્ચિમી દેશોના દૂતાવાસો અને શહેર કેન્દ્રોમાં વિરોધ કરવા અપીલ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોહરેબેહ જેવા ઇસ્લામિક કાયદા ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર લાગુ કરવા જોઈએ. ઈરાની કાયદામાં, મોહરેબેહ એટલે કે અલ્લાહ સામે યુદ્ધ એ મૃત્યુદંડની સજાપાત્ર ગંભીર ગુનો છે.

ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેÂશ્કયાને અમેરિકન પત્રકાર ટકર કાર્લસન સાથે વાત કરતા કહ્યું કે આ ફતવો ન તો સરકારનો છે કે ન તો ખામેનીનો. પરંતુ ખામેનીના નેતૃત્વ હેઠળ સંચાલિત કાયહાન અખબારે આ નિવેદનને નકારી કાઢ્યું અને લખ્યું, આ કોઈ શૈક્ષણિક અભિપ્રાય નથી, પરંતુ ધર્મનું રક્ષણ કરવા માટેનો ધાર્મિક આદેશ છે. અખબારે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં કોઈ આવી ચિંગારી સળગાવશે, તો તેના પરિણામો ખતરનાક હશે. લેખના અંતે લખ્યું હતું – ઇસ્લામિક રિપબ્લિક ઇઝરાયલને લોહીમાં ડુબાડી દેશે.

ઈરાનના ભૂતપૂર્વ સાંસદ ગુલામાલી જાફરઝાદેહ ઈમેનાબાદીએ કૈહાનના વલણની ટીકા કરી અને કહ્યું, મને નથી લાગતું કે કૈહાનના સંપાદક શરિયાતમદારી ઈરાની છે. ટ્રમ્પને મારી નાખવાની વાત કરવાથી ઈરાની લોકો પર દબાણ વધશે. આના જવાબમાં કૈહાને લખ્યું – આજે, ટ્રમ્પ પાસેથી બદલો લેવો એક રાષ્ટ્રીય માંગ બની ગઈ છે.

ઈમેનાબાદીના નિવેદનો ઈરાની મૂલ્યો સાથે મેળ ખાતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ માં ઇરાકમાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યા પછી સતત ઈરાની હુમલાઓના નિશાના પર છે. ગયા વર્ષે, યુએસ એજન્સીઓએ ખુલાસો કર્યો હતો કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્‌સે ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.