છોકરીઓનું ધર્મપરિવર્તન કરનાર છાંગુરની આલિશાન હવેલી પર ચાલ્યું યોગીનું બુલડોઝર

ઘરનો દરવાજો ખુલવામાં આવ્યો નહોતો. પોલીસે દરવાજો કાપવા માટે ગેસ કટર મંગાવ્યુ. આ પછી, ટીમ અને બુલડોઝર ગેટનું તાળું કાપીને ઘરમાં પ્રવેશ્યા હતા.
(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ધર્માંતરણ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના મુખ્ય સૂત્રધાર જમાલુદ્દીન ઉર્ફે છાંગુરની માધુપુર સ્થિત વૈભવી હવેલી પર બુલડોઝર ચાલ્યું હતું. ઉતર પ્રદેશની વહીવટી ટીમે હવેલીને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પહેલા મોટી માત્રામાં પોલીસ દળ અને વહીવટી અધિકારીઓ છાંગુરના નિવાસસ્થાને પહોંચ્યા. જરૂરી કાનુની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, બે બુલડોઝર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, ઘરનો દરવાજો ખુલવામાં આવ્યો નહોતો. પોલીસે દરવાજો કાપવા માટે ગેસ કટર મંગાવ્યુ. આ પછી, ટીમ અને બુલડોઝર ગેટનું તાળું કાપીને ઘરમાં પ્રવેશ્યા હતા.
ઉતર પ્રદેશના સર્કલ ઓફીસર ઉત્તરૌલા રાઘવેન્દ્ર સિંહે, આરોપીના ગેરકાયદે હવેલીનું નિરીક્ષણ કર્યું. બાંધકામ તોડી પાડવાનું કામ ડાબી બાજુથી શરૂ કરવા જણાવ્યું હતું. ગેટની જમણી બાજુએ બે માળની ઇમારતમાં કેટલાક લોકો રહેતા હતા. તેમને ઘરની બહાર નીકળ જવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. બુલડોઝરની કાર્યવાહી શરૂ થતાં જ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ.
આ પહેલા, ઉતર પ્રદેશના વહીવટી ટીમ, ગઈકાલ સોમવારે સાંજે ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ પોલીસ ફોર્સ સાથે છાગુરની હવેલી પહોંચી હતી અને ગેટ પર હવેલી ખાલી કરાવવાની નોટિસ ચોંટાડી દીધી હતી. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ અવધેશ રાજ સિંહે જણાવ્યું હતું કે, હવેલીને ખાલી કરાવવાની નોટિસ પાઠવ્યા બાદ માધપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પ્રશાસનની કાર્યવાહી બાદ, છાંગુરની વૈભવી હવેલીમા રહેતા લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો. છાંગુરની પુત્રવધૂ સાબીરા પહેલીવાર બહાર આવી અને વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો કે બાળકો પોલીસ કાર્યવાહીથી ડરી ગયા છે. કેસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ આરોપ બનાવટી છે.
રાજ્યમાં બિન-મુસ્લિમ છોકરીઓને લાલચ આપીને ધર્માંતરણ સામે શીખ અને સિંધી સમુદાયના લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. સમુદાયના લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે માંગ કરી છે કે આવા નાપાક પ્રયાસો કરનારાઓને ઓળખી કાઢે અને તેમની સામે કડક કાર્યવાહી કરે. તેમણે ધર્માંતરણનું કાવતરું ઘડનારા ગુનેગારોને મૃત્યુદંડની માંગ કરી છે.