ભારત, આફ્રિકા ભાગીદારી અને સંવાદ આધારિત ભાવિનું નિર્માણ કરેઃ મોદી

નવી દિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના પ્રવાસના અંતિમ પડાવમાં બુધવારે આફ્રિકન દેશ નામીબિયા પહોંચ્યા હતા. પીએમ મોદીએ રીપબ્લિક ઓફ નામીબિયાના સંયુક્ત સંસદીય સત્રને સંબોધતા આળિકાને માત્ર કાચા માલના સ્રોત પુરતું સિમિત નહીં રહેતા મૂલ્ય નિર્માણ તથા ટકાઉ વિકાસનું નેતૃત્વ કરવા આહ્વાન કર્યું હતું.
પીએમએ જણાવ્યું કે, ભારત વિદેશી બાબતોમાં આફ્રિકાની ભૂમિકાની કદર કરે છે. બંને દેશોએ પ્રભુત્વ અને સત્તાને બદલે ભાગીદારી તેમજ વાટાઘાટ આધારિત ભવિષ્ય નિર્માણની દિશામાં કામ કરવું જોઈએ. પીએમએ નામીબિયાને સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ચૂંટવા બદલ અભિનંદન આપ્યા હતા. ભારતની આળિકામાં વિકાસ ભાગીદારીનું મૂલ્ય ૧૨ અબજ ડોલર જેટલું છે.
પરંતુ તેની વાસ્તવિક કિંમત સહિયારો વિકાસ તથા હેતુમાં છે. ભારત ડિફેન્સ અને સિક્યોરિટી ક્ષેત્રમાં આળિકા સાથે સહયોગ વધારવા તૈયાર હોવાનું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું. તેમણે તેમના સંબોધનમાં ભારત અને નામીબિયાના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો ઉલ્લેખ પણ કર્યાે હતો. દ્વિપક્ષીય વેપારનું કદ વધીને ૮૦૦ મિલિયન યુએસ ડોલર થયું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે નામીબિયાનું સર્વાેચ્ચ નાગરિક સન્માન ધ ‘ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિટિશ્યા મિરાબિલિસ’ એનાયત કરાયું હતું. નામીબિયાના રાષ્ટ્રપતિ નેતુમ્બો નાંદી-નદૈતવાહે આ સન્માન પીએમ મોદીને એનાયત કર્યું હતું.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૭મું સન્માન મેળવ્યું હતું. આ એવોર્ડનું નામ સ્થાનિક છોડ પરથી રખાયું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વેલવિટિશ્યા કોઈ સામાન્ય છોડ નથી, તે ઘરમાં એક વડીલ સમાન છે જેણે ઘણો સમય પસાર થતા જોયો હોય. આ છોડ નામીબિયાના સંઘર્ષ, બહાદુરી અને સંસ્કૃતિનું પ્રતીક છે.SS1MS