ગાળાગાળી થતાં મિત્રએ જ મિત્રની હત્યા કરી

સુરત, સુરતના ઉત્રાણ વિસ્તારમાં મજાક મસ્તી કરતી વખતે ગાળાગાળી થતાં ઉશ્કેરાટમાં મિત્રએ ગળુ દબાવીને ધક્કો મારી દેતાં માથામાં ગંભીર ઇજા પહોંચતાં બીજા મિત્રનું મોત નિપજયું હતું. ઉત્રાણ પોલીસે હત્યાનો ગુનો નોંધી ૧૮ વર્ષીય હત્યારા મિત્રની ધરપકડ કરી હતી.
ઉમરાગામ નહેર કોલોની ખાતે આવેલાં નવા હળપતિ વાસનાં ઘર નં. ૪૩૮ માં રહેતો ૨૫ વર્ષીય રાજેશ ઉર્ફે આંકો સુમનભાઈ રાઠોડ છૂટક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.
સાંજે ૫ વાગ્યાના અરસામાં ઉમરા ગામ નહેર ખાતે પાટીવાળી કરિયાણાની દુકાન પાસે તે મિત્ર રવિ વિજયભાઈ વસાવા (ઉ.વ. ૧૮ વર્ષ ૫ માસ, રહે. ભાથીજીદાદાનાં મંદિર પાછળ, નવો હળપતિ વાસ, ઉમરા ગામ, સુરત) સાથે મજાક મસ્તી કરતો હતો.રાજેશ અને રવિ બંને વચ્ચે ગાળાગાળી થતાં ઝપાઝપી થઈ હતી.
રવિએ રાજેશનું ગળું પકડી લીધા બાદ જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો હતો. તેને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારને જાણ થતાં તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં રાજેશ રાઠોડને સારવાર માટે સાયણની રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં.
જયાં, ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યાે હતો.બનાવ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા મૃતક રાજેશનાં પિતા સુમનભાઈ રાઠોડની ફરિયાદ લઇ રવિ વસાવા વિરુદ્ધ બી.એન.એસ ની કલમ ૧૦૩(૧) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.SS1MS