ધ્રાંગધ્રાના જીવામાં રસ્તા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રસ્તા પરથી પસાર થવા બાબતે ક્ષત્રિય અને ભરવાડ સમાજ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં ફાયરિંગ થતાં એક મહિલા સહિત ભરવાડ સમાજના ૬ લોકો ઘાયલ થયા હતા.
આ ઘટનામાં પોલીસે નવ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ પશુ લઈને જઈ રહેલા એક ભરવાડ યુવાન પર હુમલો કર્યાે હતો. આ બનાવના પગલે બંને સમાજના લોકો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી વણસી કે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ખાનગી હથિયાર વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે કાર્યવાહી કરી ૯ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જીવા ગામમાં આરોપીઓનું રિક્રિએશન પંચનામું પણ કર્યું છે અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS