Western Times News

Gujarati News

રિતેશ દેશમુખ પોતાની ટીમ સાથે લંડન રવાના, ‘મસ્તી ૪’ના શૂટિંગની શરૂઆત

મુંબઈ, હજુ તો ૨૦૨૫નું વર્ષ અડધું જ ગયું છે અને રિતેશ દેશમુખનું આ વર્ષ ઉજવણીભર્યું રહ્યું છે, તેની બૅક ટુ બૅક બે હિટ ફિલ્મ આવી ચુકી છે, ‘રેડ ૨’ અને ‘હાઉસફુલ ૫’. તેની સફળતા પછી હવે રિતેશ લંડન જવા રવાના થયો છે, જ્યાં તે પોતાની ‘મસ્તી’ ળેન્ચાઝીની ફિલ્મનું કામ શરૂ કરશે.

લંડન જતાં પહેલાં રિતેશે કહ્યું, “મને લાગે છે, આ ળેન્ચાઇઝીમાં કામ કરનાર દરેક કલાકારે પોતાને નસીબદાર માનવા જોઈએ, ખરેખર તો આવી કોઈ પણ ફ્રન્ચાઈઝીનો ભાગ હોવું એ સારી વાત છે. હું આવા કેટલાંક પ્રોજેક્ટનો ભાગ છું, તે બદલ હું ગૌરવ અનુભવું છું.

દાયકાઓથી જે ળેન્ચાઇઝીની ફિલ્મ લોકોને આટલી પસંદ પડી હોય એ તેને આગળ વધારવી એ ગૌરવની વાત છે.”રિતેશે આગળ કહ્યું, “તમે જ્યારે કોઈ ફિલ્મ માટે મહેનત કરો અને પછી આશા રાખો કે લોકોને ગમશે તો એ સારી વાત છે, આ ફિલ્મ પર લોકોએ જે પ્રેમ વરસાવ્યો છે, તેના માટે ખરેખર હું તેમનો ઋણી છું.”

તાજેતરમાં રિલીઝ થયેલી રિતેશની ફિલ્મ સફળ રહી હોવાથી રિતેશે સાબિત કરી દીધું છે કે તે એક બેંકેબલ કલાકાર છે. ‘હાઉસફુલ ૫’માં રિતેશના કોમિક ટાઇમિંગ અને અભિનયના ઘણા વખાણ થયા છે, જ્યારે ‘રેડ ૨’માં ગંભીર રોલમાં પણ મજબૂત અભિનયથી તેણે પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી છે.

આ બે ફિલ્મમાં એક પછી એક સફળતાથી તેણે બંને ફિલ્મમાં અલગ પ્રકારના રોલ અને અભિનયથી પોતાની ક્ષમતા બતાવી દીધી છે. હવે તેની લોકપ્રિય ‘મસ્તી’ સિરીઝમાં તે શું નવું લઇને આવે છે, તે બાબતે પણ ઘણી ઉત્સુકતા છે. મસ્તી સિવાય રિતેશ ‘ધમાલ ૪’ કરી રહ્યો છે અને ‘રાજા શિવાજી’ ડિરેક્ટ પણ કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.