આમિર અને મનસૂર ખાન ૧૭ વર્ષ પછી સાથે ફિલ્મ કરશે

મુંબઈ, આમિર ખાન આખરે દિકરા જુનૈદ માટે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે, ‘એક દિન’ ગુપચુપ બનાવીને ૭ નવેમ્બરે રિલીઝ કરી દેવાશે. આ ફિલ્મ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.‘એક દિન’ સુનિલ પાંડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જે જુનૈદ ખાન અને સાઇ પલ્લવી માટે મહત્વની ફિલ્મ બની શકે છે, જેની ફિલ્મની સફર પર ઘણા લોકોની નજર છે.
આ ફિલ્મની લીડ જોડીથી પણ મહત્વની વાત એ છે કે, દિકરા જુનૈદની આ ફિલ્મ માટે ૧૭ વર્ષે આમિર ખાન અને મનસૂર ખાન એક સાથે કામ કરી રહ્યાં છે, આ બંને કઝીન ભાઈઓએ છેલ્લે ‘જાને તું યા જાને ના’માં સાથે કામ કર્યું હતું. મનસૂર ખાન આમિરનો એ કઝીન ડિરેક્ટર છે, જેણે આમિરની ‘કયામત સે કયામત તક’ અને ‘જ જિતા વૌહી સિકંદર’ ફિલ્મ પણ બનાવી હતી.
તેઓ બંને સાથે આવવાની વાતથી જ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ અંગે ઘણી અપેક્ષાઓ છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ‘સિતારેં ઝમીન પર’ની સફળતા પછી આમિરની ઇચ્છા ઊંડાણપૂર્વકની વાર્તાઓ ધરાવતી ફિલ્મ બનાવવાની જ છે, ‘એક દિન’ની વાર્તા પણ આવી જ હશે.
જોકે, કોઈ તહેવાર કે રજાઓ પર આ ફિલ્મ રિલીઝ થતી નથી, તે દર્શાવે છે કે ફિલ્મની ટીમને ફિલ્મના કન્ટેન્ટમાં વિશ્વાસ છે અને વર્ડ ઓફ માઉથથી જ આ ફિલ્મ ચાલશે.SS1MS