અજય દેવગન સાથે ‘દૃશ્યમ ૩’માં અક્ષય ખન્ના અને તબ્બુ પણ જોડાયાં

મુંબઈ, અજય દેવગનની ફિલ્મ ‘દશ્યમ ૩’નું ત્રીજું પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મના પહેલા ભાગમાં ૨ ઓક્ટોબરની તારીખ ઘણી મહત્વની હતી, તે આ ળેન્ચાઇઝીના દર્શકો જાણે જ છે. તેથી આ મહત્વની તારીખે જ હવે તેના ત્રીજા પ્રકરણનું શૂટિંગ શરૂ થશે. મહત્વની વાત એ પણ છે કે મોહનલાલની મલયાલમ ફિલ્મ અને અજય દેવગનની હિન્દી ફિલ્મનું શૂટિંગ એકસાથે જ ચાલશે.
હિન્દી વર્ઝન આ વખતે પણ અભિષેક પાઠક જ ડિરેક્ટ કરશે. ડિરેક્ટરની સાથે કાસ્ટમાં પણ કોણ કોણ હશે, એ પણ હવે નક્કી થઈ ગયું છે.નવા અહેવાલોને આધારે હવે તબુ અને અક્ષય ખન્ના, જેઓ પહેલાં બે ભાગમાં પોલિસ ઓફિસર્સના રોલમાં હતાં, તેઓ ફરી ત્રીજા ભાગમાં પણ આ રોલમાં જોવા મળશે.
અભિષેક પાઠક તાજેતરમાં જ આ રોલ માટે તબુ અને અક્ષય ખન્નાને પણ મળ્યા હતા અને તેમની સાથે આ ફિલ્મનાં આઇડિયા અને સ્ક્રિપ્ટ અંગે ચર્ચા કરી હતી. બંને કલાકારોને ફિલ્મનો સ્ક્રિનપ્લે ખૂબ ગમ્યો છે અને તેઓ તરત જ આ ફિલ્મ માટે રાજી થઈ ગયાં છે.
ટૂંક સમયમાં જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ થઈ જશે.આ અહેવાલો તરફથી માહિતી મળે છે કે હવે ‘દૃશ્યમ ૩’ સાથે આ ળેન્ચાઇઝીનો અંત આવી જશે. તેથી ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રો આ ફિલ્મમાં કેન્દ્રમાં હશે – અજય દેવગન, અક્ષય ખન્ના અને તબુ. જ્યાંથી બીજી ફિલ્મનો અંત આવ્યો હતો, ત્યાંથી જ તરત ત્રીજી ફિલ્મની વાર્તા શરૂ થશે.
જેમાં હવે એક દૃઢનિશ્ચયી પોલિસ ઓફિસર અને પોતાના પરિવારને બચાવવા માગતા એક માણસનો સીધો આમનો-સામનો જોવા મળશે. શ્રિયા સરન પણ આ ફિલ્મમાં અજયની પત્નીના રોલમાં ફરી એક વખત જોવા મળશે.
૨ ઓક્ટોબરથી ફિલ્મનું કામ શરૂ થઈ રહ્યું છે, એક જ શિડ્યુલમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. સુત્રએ આગળ જણાવ્યું કે મહત્વના પાત્રો માટેનું કાસ્ટિંગ હાલ થઈ રહ્યું છે, પરંતુ વિજય સલગાંવકરના પરિવારની આ છેલ્લી સફર હશે, તેવી શક્યતા સૌથી વધુ છે.
અજય દેવગન હાલ ‘ધમાલ ૪’ અને ‘રેન્જર’ને જ પ્રાથમિકતા આપવા માગે છે, પછી તે ‘દૃશ્યમ ૩’નું કામ શરૂ કરશે. તેના પછી તે ‘ગોલમાલ ૫’નું કામ શરૂ કરશે. ત્યાર બાદ ‘શૈતાન રિટર્ન્સ’ કરશે, આમ અજય આવનારા વર્ષમાં પણ સતત વ્યસ્ત રહેવાનો છે.SS1MS