સ્ક્રીને લોન્ચ કરી સ્ક્રીન એકેડમી: ભારતીય સિનેમાના ભવિષ્યના રોમાંચક અવાજોને ઓળખશે અને તેમનું જતન કરશે

- નવી બિન નફાકારી પહેલ ટોચની ફિલ્મ સ્કૂલના વિદ્યાર્થીઓને દર વર્ષે પોસ્ટગ્રેજ્યુએટ ફેલોશિપ્સ પૂરી પાડશે જે ઇન્ડસ્ટ્રી મેન્ટરશિપ દ્વારા સમર્થિત હશે, કાન્સ તથા ઓસ્કાર વિજેતાઓ ગુનીત મોંગા, પાયલ કાપડિયા, રસૂલ પૂકુટ્ટી તેના સભ્યો છે
મુંબઈ, ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ અને સ્ક્રીને ભારતીય સિનેમાના રોમાંચક નવા અવાજોને રજૂ કરે અને તેમનું જતન કરે તેવી અગ્રણી બિન-નફાકારી પહેલ સ્ક્રીન એકેડમી લોન્ચ કરવાની બુધવારે જાહેરાત કરી હતી.
કાન્સ અને ઓસ્કાર વિજેતાઓ ગુનીત મોંગા, પાયલ કાપડિયા અને રસૂલ પૂકુટ્ટી તેમજ પીઢ સ્ક્રીનરાઇટર અંજુમ રાજાબલી સહિતના વિવિધતાસભર સભ્યોની રોમાંચક અને ઝડપથી વધી યાદી સાથે ભારતની ટોચની ફિલ્મ સંસ્થાઓ સાથે કામ કરી રહેલી આ એકેડમી શિક્ષણ, રજૂઆત અને માન્યતા દ્વારા ફિલ્મનિર્માતાઓની આગામી પેઢીની ઓળખ કરશે અને તેમને સશક્ત કરશે.
લોધા ફાઉન્ડેશનના ફાઉન્ડિંગ પેટ્રન અભિષેક લોધાના ઉદાર સમર્થન સાથે સ્થપાયેલી સ્ક્રીન એકેડમી તેમની ફિલ્મ સ્કૂલ્સ દ્વારા નોમિનેટ કરાયેલા વિદ્યાર્થીઓને વાર્ષિક પોસ્ટગ્રેજ્યુએટ ફેલોશિપ પૂરી પાડશે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ વાર્તા રજૂ કરવાની અભૂતપૂર્વ સંભાવના દર્શાવે છે પરંતુ ફિલ્મ અંગેનું ઔપચારિક શિક્ષણ મેળવવા માટેના પૂરતા નાણાંકીય સંસાધનો ધરાવતા નથી. (અરજી અંગેની વધુ વિગતો માટે મુલાકાત લો www.screenacademy.org)
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શ્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે આનો સમય અને સ્થળ ખૂબ જ પ્રસ્તુત છે. ફિલ્મ ઉદ્યોગ મુંબઈ સાથે અજોડ નાતો ધરાવે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા બિન-નફાકારી સ્ક્રીન એકેડમીનો પ્રારંભ થઈ રહ્યો હોવાની માહિતી મળતા મને ખૂબ રોમાંચ થયો હતો. મને વિશ્વાસ છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ આ એકેડમી જે ફિલ્મનિર્માણ પ્રતિભાઓનું જતન કરવા માંગે છે તેનાથી ખૂબ જ લાભ મેળવશે.
આ એકેડમીનો વિચાર રજૂ કરનાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે સ્ક્રીન એકેડમી મનોરંજન અને સંસ્કૃતિના ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનું સંસ્થાકીયકરણ કરવા તરફનું એક નિર્ભિક પગલું છે. અમે એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરીશું જે ન કેવળ ઉત્કૃષ્ટતાની ઉજવણી કરે પરંતુ નાણાંકીય મદદ તથા પહોંચ એમ બંને બાબતો સાથે વિવિધતાસભર અને ઉભરતી પ્રતિભાઓનું સક્રિયપણે જતન કરે.
અભિષેક લોધા માટે આ એકેડમીનું કામ ભારતના સોફ્ટ પાવરની ચાવી છે અને રચનાત્મક કળાઓમાં ગ્લોબલ લીડર તરીકેનો વિકાસ છે. લોધા ફાઉન્ડેશન 2047 સુધીમાં વિકસિત ભારત બનવાની ભારતની પ્રગતિને ટેકો આપવા માટે સમર્પિત છે. ફિલ્મો અને રચનાત્મક કલા એ આપણા દેશની મુખ્ય તાકાત છે અને સ્ક્રીન એકેડમી આ ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકે ભારતની પ્રગતિને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લોધા ફાઉન્ડેશન આ મહત્વાકાંક્ષી પહેલમાં સ્ક્રીન એકેડમી સાથે ભાગીદારી કરતા આનંદિત છે.
શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગનું સંકલન
સ્ક્રીન એકેડમી ફેલોશિપ 2025 અગ્રણી સંસ્થાઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (પૂણે), સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (કોલકાતા) અને વ્હીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (મુંબઈ) ખાતે પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ માટે સંપૂર્ણ નાણાંકીય મદદને આવરી લેશે. એકેડમી સમગ્ર દેશમાં તેની હાજરી વિસ્તારવા અને આગળ જતા વધુ ફિલ્મ સ્કૂલ્સ ઉમેરવાની યોજના ધરાવે છે.
ફંડિંગ ઉપરાંત સ્ક્રીન એકેડેમીના ફેલોને એક અભૂતપૂર્વ ઇન્ડસ્ટ્રી મેન્ટરશિપ પ્રોગ્રામનો લાભ મળશે જેમાં ભારતના ટોચના સ્ટુડિયો અને સૌથી આદરણીય ફિલ્મ પ્રોફેશનલ્સ એકેડેમીના સભ્યો તરીકે હાજર રહેશે. આ ઉદ્યોગના અગ્રણીઓ માસ્ટરક્લાસ, ઇન્ટર્નશિપ અને ચાલુ વ્યાવસાયિક માર્ગદર્શન પ્રદાન કરશે.
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર ધીરજ સિંહે જણાવ્યું હતું કે ફિલ્મ પત્રકારત્વમાં સ્ક્રીન ખૂબ જ આદરણીય નામ છે. એફટીઆઈઆઈ ખૂબ જ ખુશ છે કે એક અર્થપૂર્ણ સહયોગ આકાર લઈ રહ્યો છે. મને ખાતરી છે કે આ સ્કોલરશિપ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગને ઘણો ફાયદો થશે.
સત્યજીત રે ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ઇન ઇન્ચાર્જ સમીરન દત્તાએ જણાવ્યું હતું કે ફેલોશિપ એક મહત્વપૂર્ણ અંતરને દૂર કરશે. આપણી પાસે ફક્ત શહેરી મહાનગરોમાંથી જ નહીં પણ ભારતના વિવિધ અને અજાણ્યા ભાગો અનેક પ્રતિભાઓ રહેલી છે, જે મહાન વિચારો અને અદ્ભુત વાર્તાઓનું સર્જન કરે છે. સ્પષ્ટ છે કે અમારા કેટલાક વિદ્યાર્થીઓને ફિલ્મ શિક્ષણના ખર્ચ માટે નાણાં મેળવવામાં મુશ્કેલી પડે છે. સ્ક્રીન એકેડેમી ફેલોશિપ મહાન સિનેમા બનાવવાના તેમના પ્રયાસમાં મદદ કરશે.
વ્હીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે અમે માનીએ છીએ કે ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ જીવન બદલી શકે છે. આઈઈ સ્ક્રીન ફાઉન્ડેશન સાથેના સહયોગમાં આ સ્કોલરશિપ સુનિશ્ચિત કરે છે કે નાણાંકીય અવરોધો સર્જનાત્મકતા અને મહત્વાકાંક્ષાના માર્ગમાં ન આવે. તે એક ભાગીદારી છે જે શ્રેષ્ઠતા, સમાવેશકતા અને આવતીકાલના વાર્તાકારોનું જતન કરવા માટેના સહિયારા મૂલ્યોની ઊંડી પ્રતિબદ્ધતામાં મૂળિયા ધરાવે છે એમ વ્હીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ મેઘના ઘઈ પુરીએ જણાવ્યું હતું.
ફેલોની પસંદગી પીઢ પટકથા લેખક અને ફિલ્મ શિક્ષણવિદ અંજુમ રાજાબલીના નેતૃત્વ હેઠળની એક પેનલ કરશે. આ ખૂબ જ ઉદાર પહેલ યુવાનોને આ કળામાં ઔપચારિક શિક્ષણ મેળવવા માટે ખૂબ જ જરૂરી સમર્થન પ્રદાન કરે છે, જેના માટે ફિલ્મ, ટીવી અને ઓટીટી ક્ષેત્ર આ પ્રતિભાઓ સુધી પહોંચવા બદલ આભારી રહેશે. આ સ્કોલરશિપ્સ અહીં લેખન અને ફિલ્મ નિર્માણની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે.
સ્ક્રીન એકેડમીના સભ્યોમાં સમગ્ર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ લોકોનો સમાવેશ થાય છેઃ
- ગુનીત મોંગા – ઓસ્કાર વિજેતા નિર્માતા
- પાયલ કાપડિયા – કાન્સ ગ્રાં પ્રિ વિજેતા અને ગોલ્ડન ગ્લોબ નોમિની
- રસૂલ પૂકુટ્ટી – ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઇનર
- રોની સ્ક્રૂવાલા – આરએસવીપી ફિલ્મ્સ અને અપગ્રેડના સ્થાપક
- સુભાષ ઘઇ – વ્હીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલના સ્થાપક અને દિગ્દર્શક/નિર્માતા
સ્ક્રીન એકેડમીના સભ્યોની સંપૂર્ણ યાદી ટૂંક સમયમાં www.screenacademy.org પર રજૂ કરાશે.
ઉત્કૃષ્ટતાની ઓળખ
તેના શૈક્ષણિક મિશન ઉપરાંત, સ્ક્રીન એકેડેમી પ્રતિષ્ઠિત સ્ક્રીન એવોર્ડ્સનું સંચાલન કરશે, જે ભારતીય મનોરંજનમાં કલાત્મક પ્રતિભા, સાંસ્કૃતિક શ્રેષ્ઠતા અને ટેક્નિકલ નવીનતાને માન્યતા આપશે. એકેડેમીના સભ્યો વોટિંગ બોડી તરીકે રહેશે જે સુનિશ્ચિત કરશે કે ઉદ્યોગની વિશ્વસનીયતા અને કુશળતા માન્યતાની પ્રક્રિયાને માર્ગદર્શન આપે છે.
શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા માટે સ્ક્રીન એકેડેમીએ એક રેસિડેન્ટ ક્રિટીક્સ પેનલની સ્થાપના કરી છે જેમાં લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા ખાતે સિનેમા અને મીડિયા સ્ટડીઝ ડિવિઝનના સિનેમેટિક આર્ટ્સના પ્રોફેસર ડો. પ્રિયા જયકુમાર, પ્રિયંકા સિંહા ઝા (સ્ક્રીન એવોર્ડ્સના ક્યુરેટર), શુબ્રા ગુપ્તા (ધ ઇન્ડિયન એક્સપ્રેસ ફિલ્મ ક્રિટીક), નિખિલ તનેજા (વી આર યુવાના સહ-સ્થાપક) અને અંજુમ રાજાબલી (WWI અને FTII ખાતેના સ્ક્રીનરાઇટિંગ હેડ અને સ્ક્રીનરાઇટર)નો સમાવેશ થાય છે.
સિનેમા, સંગીત, થિયેટર, પ્રાદેશિક સિનેમા અને અન્ય સંલગ્ન કલા સ્વરૂપોમાં ઉત્કૃષ્ટ યોગદાનને સન્માનિત કરવામાં ન્યાયપૂર્ણતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે એકેડેમી આગળ જતા કડક માપદંડો, શ્રેણીઓ અને મૂલ્યાંકન ધોરણોને વ્યાખ્યાયિત કરશે એમ પ્રિયંકા સિંહા ઝાએ જણાવ્યું હતું.