66,000થી વધુ એમેઝોન સ્વયંસેવકોએ સમગ્ર ભારતમાં 530 કાર્યક્રમોમાં સમુદાયોને મદદ કરી

એમેઝોનની ગ્લોબલ મંથ ઓફ વોલ્યુન્ટિયરિંગ (જીએમવી)માં 530 સ્વયંસેવકોએ સમગ્ર ભારતમાં 60થી વધુ શહેરોમાં સેવાઓ આપી
સ્વયંસેવકોએ મહિલા સશક્તિકરણ, ટકાઉપણું, ખાદ્યાન્ન સુરક્ષા, શિક્ષણ અને સામુદાયિક વિકાસ સહિતના મહત્વના ક્ષેત્રોમાં 100થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે મળીને કામ કર્યું
બેંગ્લોર, 10 જુલાઇ, 2025 – એમેઝોન ઈન્ડિયાએ મે 2025માં તેના ગ્લોબલ મંથ ઓફ વોલ્યુન્ટિયરિંગ (જીએમવી)માં મજબૂત સહભાગિતાની આજે જાહેરાત કરી હતી જેમાં સમગ્ર દેશમાંથી 66,000થી વધુ સ્વયંસેવકોએ સામુદાયિક પહેલમાં પોતાના સમય તથા કુશળતાનું યોગદાન આપ્યું હતું. જીએમવી 2025 દરમિયાન ટીમના સભ્યોએ દેશભરમાં 60થી વધુ શહેરોમાં ઓફિસમાં, ઓન-ગ્રાઉન્ડ અને વર્ચ્યુઅલ ફોર્મેટ્સમાં રહેલા 530 અનોખા કાર્યક્રમોમાં સેવાઓ આપી હતી.
100થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની ભાગીદારી દ્વારા આદરવામાં આવેલા આ પ્રયાસો મહિલા સશક્તિકરણ, ટકાઉપણું, શિક્ષણ, ખાદ્યાન્ન સુરક્ષા, સમાવેશકતા અને હાયપરલોકલ સપોર્ટ જેવા મહત્વના ક્ષેત્રો પર કેન્દ્રિત હતા જે અમે જ્યાં રહીએ છીએ અને કામ કરીએ છીએ ત્યાંના સમુદાયોને ટેકો આપવા માટે એમેઝોનની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર સમીર કુમારે જણાવ્યું હતું કે સ્વયંસેવક તરીકે કામ કરવાની શક્તિ એક દિવસ સેવાઆ પવા કરતાં ઘણી આગળ વધે છે. તે આપણા સમુદાયોમાં તથા આપણા પોતાનામાં કાયમી ફેરફાર લાવે છે. બેંગાલુરુમાં એક સ્થાનિક શાળામાં પરિવર્તન લાવવા માટે એમેઝોનના સાથી કર્મચારીઓની સાથે કામ કરતા મેં આ પ્રત્યક્ષ નિહાળ્યું હતું જેમાં અમે ફેંકી દેવામાં આવેલા મટિરિયલ્સનો ફરીથી ઉપયોગ કરીને શીખવા માટેના રંગબેરંગી સાધનો બનાવ્યા હતા અને દિવાલો તથા પિલ્લરને રંગરોગાન કર્યું હતું જે શીખવાના સમગ્ર માહોલમાં વધારો કરે છે.
આ વર્ષે 60થી વધુ શહેરોમાં સેવાઓ આપતા 66,000થી વધુ ટીમ મેમ્બર્સ સાથે અમે એમેઝોન ઈન્ડિયા ખેતે સેવાની સાચી સંસ્કૃતિ ઊભી કરી રહ્યા છીએ. શહેરી તળાવોને પુનઃસ્થાપિત કરે તેવા તરતા ભીના મેદાનોના નિર્માણથી માંડીને લગભગ 2,00,000 ભોજન તૈયાર કરે તેવા સામુદાયિક રસોડા ઊભા કરીને અમારા લોકો સમુદાયના પડકારોનો ઉકેલ લાવવા માટે એમેઝોનની નવીનતમ માનસિકતા અમલમાં મૂકી રહ્યા છે. અમે જ્યારે અમારા કર્મચારીઓના જુસ્સા અને રચનાત્મકતા સાથે અમારી કંપનીના સ્કેલનું મિશ્રણ કર્યું ત્યારે એક જોરદાર અસર ઊભી થઈ જેના પગલે આસપાસના વિસ્તારો તથા લોકો બંનેમાં પરિવર્તન આવ્યું.
એમેઝોનની સ્વયંસેવાની પહેલ વિવિધ સમુદાયોમાં મૂર્ત ફેરફારો લાવી છે અને 1,00,000થી વધુ રિસોર્સ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે જેણે વર્ષ માટેના મુખ્ય સુધારાલક્ષી વિસ્તારોને ટેકો આપ્યો છે. આ કિટ્સમાં સાયન્સ ટેક્નોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ (STEM) કિટ્સ, સ્પોર્ટ્સ કિટ્સ, મેન્સ્ટ્રુઅલ કિટ્સ, ફર્સ્ટ-એઇડ કિટ્સ, સ્ટેશનરી કિટ્સ, ડોગ કેર કિટ્સ, સાયન્સ મોડલ્સ, ક્વિઝ બોર્ડ્સની એસેમ્બલી અને સાયકલ્સ સહિત બીજી અનેક વસ્તુઓ સમાવિષ્ટ છે.
હૈદરાબાદ અને બેંગાલુરુમાં સ્વયંસેવકોએ એમેઝોન કમ્યૂનિટી કિચન્સ ઊભા કર્યા હતા અને લગભગ 2,00,000 ભોજનો તૈયાર કર્યા હતા. આમાં 600થી વધુ એમેઝોન સ્વયંસેવકોએ સાથે મળીને ગરમાગરમ, પોષણયુક્ત લંગર જેવા મફત ભોજનો તૈયાર કરીને પીરસ્યા હતા અને સમુદાય તથા સહિયારા હેતુની મજબૂત ભાવના ઊભી કરી હતી.
પ્રોજેક્ટ બ્લ્યૂ નામની એક નવી પહેલ દ્વારા બેંગાલુરુ શહેરમાં તરતા ભીના મેદાનોના નિર્માણ સાથે ત્રણ તળાવોને પુનઃસ્થાપિત કરવા માટે સતત હસ્તક્ષેપો દ્વારા સ્વયંસેવકોને એમેઝોનના ચાલુ ટકાઉપણા પ્રયાસો સાથે જોડવામાં આવ્યા હતા. સહભાગીઓએ ફ્લોટિંગ પ્લેટફોર્મ ભેગા કર્યા અને કેના ઇન્ડિકા નામના એક સ્થિતિસ્થાપક જળચર છોડ વાવ્યા હતા જે શહેરી તળાવની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે.
એમેઝોન ઈન્ડિયાના કસ્ટમર સર્વિસ ઓપરેશન્સના એસોસિયેટ અમૂલ્ય દેવલારાજુએ જણાવ્યું હતું કે મને ખરેખર એવા બધા અદ્ભુત લોકો સાથે જોડાવાનો આનંદ મળ્યો જેઓ વંચિત સમુદાયોને ટેકો આપવા માટે સમર્પિત છે. સ્વયંસેવા વિશે મને સૌથી વધુ જે બાબત ગમી તે એ હતી કે મને જે બાળકો અને વ્યક્તિઓની સેવા કરવાની તક મળી છે તેમના શુદ્ધ આનંદને જોવા મળ્યો.