Western Times News

Gujarati News

બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન ચાલુ રહેશે-સુપ્રીમે સ્ટે આપવાનો ઇન્કાર

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક

ચૂંટણી પંચને આધાર, મતદાર આઈડી, રેશનકાર્ડને ઓળખ કાર્ડ તરીકે ગણવા કહ્યુંઃ વિપક્ષોને મોટો ફટકો

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વોટર લિસ્ટ રિવીજન પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર, મતદાર ઓળખપત્ર અને રેશનકાર્ડને ઓળખ કાર્ડ તરીકે ગણવા કહ્યું હતું. હવે આગામી સુનાવણી ૨૮ જુલાઈએ થશે.

કોર્ટે લગભગ ૩ કલાક સુધી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વોટર લિસ્ટ રિવીજન મામલે સુનાવણી કરી.અરજદારોનો આરોપ છે કે વોટર લિસ્ટ રિવીજન નિયમોને અવગણીને કરવામાં આવી રહ્યું છે. મતદારોની નાગરિકતા તપાસવામાં આવી રહી છે. આ કાયદાની વિરુદ્ધ છે.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે તેઓ બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં નાગરિકતાના મુદ્દામાં શા માટે પડી રહ્યા છો?
જો તમે કોઈ વ્યક્તિનું નામ ફક્ત દેશની નાગરિકતા સાબિત કરવાના આધારે મતદાર યાદીમાં સામેલ કરો છો, તો આ એક મોટી કસોટી હશે. આ ગૃહ મંત્રાલયનું કામ છે. તમે તેમાં ન પડો.

ટીએમસી સાંસદ મનોજ ઝા, ્‌સ્ઝ્ર સાંસદ મહુઆ મોઇત્રા સહિત ૧૧ લોકો દ્વારા જીંઇ વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ કરી રહી છે. અરજદાર વતી વકીલો ગોપાલ શંકર નારાયણ, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી દલીલ કરી રહ્યા છે. ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ, રાકેશ દ્વિવેદી અને મનીન્દર સિંહ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમારે આ કામ કરવાનું જ હતું તો તમે તેમાં આટલું બધુ મોડું કેમ કર્યુ? ચૂંટણી પહેલા આ ન કરવું જોઈએ.
આ દરમિયાન,જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કહ્યું કે તમારી પ્રક્રિયામાં કોઈ સમસ્યા નથી… સમસ્યા સમયની છે. કારણ કે જેમને યાદીમાંથી દૂર કરી શકાય છે તેમની પાસે તેની સામે અપીલ કરવાનો સમય જ નહીં રહે.

જસ્ટિસ ધુલિયાએ વધુમાં કહ્યું, આ પ્રક્રિયામાં કંઈ ખોટું નથી. સિવાય કે કોઈ વ્યક્તિને ચૂંટણી પહેલા મતદાન કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવશે અને મતદાન પહેલાં તેની સામે અપીલ કરવાનો સમય નહીં મળે. એકવાર મતદાર યાદી ફાઈનલ થઈ જાય, પછી અદાલતો તેને હાથ પણ લગાવશે નહીં. જેનો અર્થ એ થયો કે વંચિત વ્યક્તિ પાસે ચૂંટણી પહેલાં આ યાદીને પડકારવાનો વિકલ્પ રહેશે નહીં.

હવે જ્યારે ચૂંટણીઓ આડે થોડા મહિના બાકી છે, ત્યારે ચૂંટણી પંચ કહી રહ્યું છે કે તે ૩૦ દિવસમાં સમગ્ર મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જીંઇ પ્રક્રિયામાં કંઈ ખોટું નથી, પરંતુ તે આગામી ચૂંટણીના ઘણા મહિના પહેલા થઈ જવી જોઈતી હતી. ભારતમાં મતદાર બનવા માટે નાગરિકતા તપાસવી જરૂરી છે, જે બંધારણની કલમ ૩૨૬ હેઠળ આવે છે.

ચૂંટણી પંચ જે કરી રહ્યું છે તે બંધારણ હેઠળ ફરજિયાત છે અને છેલ્લી વખત આવી પ્રક્રિયા ૨૦૦૩માં હાથ ધરવામાં આવી હતી. જીંઇ દરમિયાન દસ્તાવેજોની યાદીમાંથી આધાર કાર્ડને બાકાત રાખવામાં આવી રહ્યું છે. મતદાર સુધારણા દરમિયાન ફક્ત આધાર જ નહીં, અન્ય દસ્તાવેજો પણ માંગવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે કોઈપણ મતદારનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.

આ કેસમાં આગામી સુનાવણી ૨૮ જુલાઈએ થશે. કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે સુધારણા પ્રક્રિયામાં, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને રેશન કાર્ડને પણ ઓળખ કાર્ડ તરીકે ગણવામાં આવે. હાલમાં, ચૂંટણી પંચ આ દસ્તાવેજો સ્વીકારી રહ્યું ન હતું. સુનાવણી દરમિયાન, જસ્ટિસ ધુલિયાએ કહ્યું, ‘સમસ્યા તમારી પ્રક્રિયામાં નથી. સમસ્યા તમારા સમયમાં છે.

કારણ કે જેમને યાદીમાંથી દૂર કરી શકાય છે તેમની પાસે તેની સામે અપીલ કરવાનો સમય જ નહીં હોય. જસ્ટિસ ધુલિયાએ ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે નાગરિકતા માટેની પ્રક્રિયામાં પુરાવાનું કડક મૂલ્યાંકન થવું જોઈએ. આ માટે એક અર્ધ-ન્યાયિક સત્તા હોવી જોઈએ.

જો બિહારમાં મતદાર યાદીના જીંઇ હેઠળ નાગરિકતા તપાસવી હોય, તો તમારે આ કામ વહેલું કરવું જોઈતું હતું. હવે ઘણું મોડું થઈ ગયું છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બંધારણની કલમ ૩૨૬ હેઠળ ભારતમાં મતદાર બનવા માટે નાગરિકતા તપાસ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.